ચૂંટણી જીતવા ગુજરાતની ૨૬ સીટો જીતવાનું લક્ષ્યગુજરાતમાં બી.જે.પી.એ ૪૦ સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 07:20:23
  • Views : 495
  • Modified Date : 2019-04-06 07:20:23

૨૦૧૯ ચૂંટણીનું મહાભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં એક બાદ એક મહત્વના પગલાં ભરી રહ્યું છે .વાત કરીશું ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રચારની ત્યારે બીજેપી દ્વારા
 પાર્ટીના એવા ચાણક્ય અમિત શાહને ગાંધીનગર ખાતેથી ટિકિટ આપી છે ગત ચૂંટણી ૨૦૧૪માં મોદી વડોદરાથી ચૂંટણી લડયા હતા અને તેઓએ ગુજરાત પર પકડ બનાવી ને ૨૬માંથી ૨૬ સીટો ભારતીય જનતા પાર્ટીને અપાવી હતી ત્યારે આ વખતે એવું મનાય છે કે વડાપ્રધાન મોદી વડોદરાની સીટ ઉપરથીના લડવાના હોવાથી ગાંધીનગરની સીટ ઉપરથી પાર્ટીના ચાણક્યને ટિકીટ આપી છે. જેથી ગુજરાતમાં થતાં નુકસાનને પહોંચી વળાય સમગ્ર દેશના પ્રચારની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાથી લઇ બુથ સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રચંડ  વેગમાં છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે આ ચાલીસ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચંડ બહુમત અપાવવાનો પ્રયાસ કરશે. નરેન્દ્ર મોદીથી લઇ બોલિવૂડના પરેશ રાવલ અને વિવેક ઓબેરોય જેવા કાર્યકર્તાઓ પણ ગુજરાતમાં પૂર જોશમાં પ્રચાર કરશે. દેશમાં ખીચડી સરકાર ન બને તેવા પુરા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે. ૨૦૧૯ નું આ યુદ્ધ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની ૨૬ બેઠકો મહત્વનો સિંહ ફાળો આપશે તેઓ ગુજરાતવાસી ઉપર ભરોસો છે અને આ ભરોસો ન તૂટે અને જનતા ખોટા વચનઓથી ભરમાય ના જાય તે માટે પાર્ટીએ પ્રચાર
પૂરજોશમાં ચાલુ કરી દીધો છે અને ચાલીસ સ્ટાર પ્રચારકો જેની લોકપ્રિયતા આખા ગુજરાતમાં જોવા મળે છે તે લોકોને પાર્ટીએ મેદાને ઉતાર્યા છે.

૧. નરેન્દ્ર મોદી
૨. અમિત શાહ
૩. રાજનાથ સિંહ
૪. નીતિન ગડકરી
૫. અરુણ જેટલી
૬. સુષ્મા સ્વરાજ
૭. રામલાલજી
૮. વી. સતીશ
૯. શિવરાજ સિંહ ચૌહાણ
૧૦. દેવેન્દ્ર ફડનવીસ
૧૧. નિર્મલા સીતારામન
૧૨. ઉમા ભારતી
૧૩. સ્મૃતિ ઇરાની
૧૪. મુખ્તાર અબ્બાસ નકવી
૧૫. યોગી આદિત્ય નાથ
૧૬. હેમા માલિની
૧૭. વસુંધરા રાજે સિંધિયા
૧૮. ભૂપેન્દ્ર યાદવ
૧૯. ઓમ પ્રકાશ માથુર
૨૦. વિજયભાઈ રૂપાણી
૨૧. જીતુભાઈ વાઘાણી
૨૨. પુરૂષોત્તમભાઈ રૂપાલા
૨૩. નીતીનભાઇ પટેલ
૨૪. બીખુભાઈ દલસાણીયા
૨૫. મનસુખભાઈ માંડવીયા
૨૬. રણછોડભાઈ ફળદુ
૨૭. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
૨૮. ગણપતભાઈ વસાવા
૨૯. કુંવરજીભાઈ બાવળીયા
૩૦. વસંતભાઈ આહીર
૩૧. શંભુનાથ ટુંડીયા
૩૨. પરેશ રાવલ
૩૩. રમણભાઈ વોરા
૩૪. હિતુ કનોડિયા
૩૫. મનોજ જોશી
૩૬. જે. કે જાડેજા
૩૭. આત્મારામ પરમાર
૪૦. હીરાભાઈ સોલંકી
૪૧. રણછોડભાઈ રબારી
૪૨. વિવેક ઓબરોય


Download Our B K News Today App



Related News