બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:15:31
  • Views : 446
  • Modified Date : 2019-04-14 06:15:31

બ.કા.જિલ્લાના યુવા ભાજપ દ્વારા દાંતા વિધાનસભાથી મહાસંપર્ક અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં યુવા મોરચાના ૫૦૦૦ કાર્યકર્તાઓ આગામી ૧૦ દિવસમાં મતદારોને ઘરે ઘરે જઈ બનાસકાંઠાના કમળને દિલ્હી મોકલવા અપીલ કરશે.બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા દ્વારા ડોર ટુ ડોર કેમ્પેઇનની શરૂઆત દાંતા વિધાનસભાથી કરવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ મંડળમાં ભાજપ કાર્યકર્તાઓએ વિધિવત રીતે મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી.
આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૨૨ મંડળોમાં આગામી ૧૦ દિવસમાં  જીલ્લા યુવા મોરચાના ૫૦૦૦ થી પણ વધુ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કેન્દ્ર સરકાર અને ગુજરાત  સરકારના વિકાસલક્ષી કામોથી અવગત કરાવી ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટેની અપીલ કરશે.તેમજ બનાસકાંઠાનું કમળ જંગી બહુમતીથી દિલ્હી મોકલવા માટે લોકોને વિનંતી કરશે.
આમ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ  હરેશભાઇ ચૌધરીએ દાંતા અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યાં દાંતા મંડળના પ્રમુખ કુલદીપસિંહ, જગતસિંહ બારડ, પિનાકીનભાઈ ઓઝા તથા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. જેમાં બપોરના સમયે અમીરગઢ મંડળમાં પણ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ  હરેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત અમીરગઢ યુવા મોરચા દ્વારા કરવામાં આવી હતી. જ્ેમાં રામલાલ મીણા,કિરણસિંહ,દિનેશભાઇ ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહેલ.વિધાનસભાથી આ

Download Our B K News Today App



Related News