અંબાજીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્‌ઘાટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:26:38
  • Views : 531
  • Modified Date : 2019-04-18 07:26:38

 લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં પણ ૧૫ તારીખના રોજ ભાજપા દ્વારા કાર્યાલય શરૂ કરાયા બાદ ૧૬ તારીખના રોજ કોંગ્રેસ પક્ષ તરફથી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યુ હતું.  આ વિસ્તારમાં લોકોમાં ચૂંટણીને લઇ કોઈજ માહોલ જામ્યો નથી અને પ્રચાર પણ સાયલન્ટ મોડ જેવો બની ગયો છે. ત્યારે યાત્રાધામ અંબાજીના વિવિધ મુદ્દાઓ ઠેરના ઠેર છે અને રાજકીય નેતાઓ રાહુલ અને મોદીની વાહવાહી કરવામાં લાગી ગયા છે. ત્યારે યાત્રાધામ અંબાજીની જનતા પાણી, રસ્તા અને વિવિધ પ્રશ્નો માટે કોઈજ ભાજપ કે કોંગ્રેસના નેતાઓ બોલતા નથી જેથી અંબાજીની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ છે અને આ વિસ્તાર કોંગ્રેસ માટે પ્લસ હોય છે. ત્યારે હજી સુધી દાંતા તાલુકાના પ્રાણ પ્રશ્નો વિશે કોઈ પક્ષના નેતા હરફ ઉચ્ચારવા તૈયાર નથી.  અંબાજીનો મુખ્ય પ્રશ્ન બાયપાસ રોડથી લઇ પા‹કગ જેવા પ્રશ્નો આ ધામ માટે માથાના દુઃખાવા સમાન બની ગયા છે પણ કોઈ નેતા આ બાબતે હરફ બોલવા તૈયાર નથી. હાલમાં પીવાના પાણીની સમસ્યા ઉનાળાના પ્રારંભમાં જોઈ શકાય છે વિવિધ વિસ્તારની મહિલાઓ અંબાજી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા આવી રહી છે. પણ પંચાયત લોકોની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ રહી છે. ત્યારે અંબાજીને સ્પેશ્યલ કેસમાં નગરપાલિકા બનાવવામાં આવે તેવી માંગ બુદ્ધિજીવી લોકો કરી રહ્યા છે, અંબાજી મંદિરનો માનસરોવર ગેટ ૧૨ વર્ષથી બંધ હોઈ ૨૦૦ થી વધુ દુકાનદારોના ધંધા ભાગી ગયા છે પણ કોઈ પાર્ટીના નેતાઓ લોકોની સમસ્યા સાંભળવા આવ્યા નથી અને હવે ૨૦૧૯ ની ચૂંટણી આવી ત્યારે વોટ માંગવા આવી રહી છે. ત્યારે દર ચૂંટણીને જેમ આ ચૂંટણીમાં પણ અંબાજીના પ્રાણ પ્રશ્નો નો કાયમી નિકાલ આવે તેવી માંગ અંબાજીની જનતા કરી રહી છે. 


Download Our B K News Today App



Related News