કાંકરેજનાં કસરા મુકામે સંત મેળાવડામાં ભજન સત્સંગની રમઝટ જામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 07:09:40
  • Views : 1435
  • Modified Date : 2019-04-08 07:09:40

સંત નિરાંત મહારાજ (દેથણ), સંત છગનરામ મહારાજ (ગાંભુ), સંત સદારામબાપા (ટોટાણા), બાજુરામ મહારાજ (કસરા) વગેરેનાં આશિવર્ચનથી સત્તગુરૂ છગનરામ મહારાજ (ગાંભુ નિવાસી)ની છંત્રછાયામાં
કાંકરેજ તાલુકાના કસરા મુકામે ચૈત્ર સુદ એકમને શનિવાર તારીખ ૬-૪-૨૦૧૯નાં રોજ સંત સેવા આશ્રમ-કસરા ખાતે સંત મેળાવડો રાખવામાં આવેલ. આ પ્રસંગે સંત ડાયારામ મહારાજ (અડાલજ) અજમલ ભારથી મહારાજ (નવારવિયાણા), વસરામદાસ મહારાજ (કાણોદર), જીવણદાસ મહારાજ (રૈયા), ઝેણારામ મહારાજ (રૈયા), ભીખીબેન મહારાજ (રૈયા), નાગજીરામ મહારાજ (ચેખલા), ચંદુરામ મહારાજ (થરા), વાઘપરી મહારાજ (રાનેર), રાજુરામ મહારાજ (પાટણ), વિષ્ણુરામ મહારાજ (કાંસા) સહિત સરિયદ, ગુંઠાવાડા, રણાવાડા, સાંપા,
વણઝારાવાસ, દેવપુરા, ઉંદરા, વિઠલોદ, ધાનેરા, કસલપુર, સબલપુર, વગેરે ગામોનું ભક્તમંડળ તેમજ ભક્ત હરેશભાઈ (કસરા), લાભુભાઈ (કસરા), ઘનાભાઈ (અમરનગર), દેસાઈ ભકતરાજ ભલાભાઈ (પાટણ), કિર્તિભાઈ (ડીસા), જયંતિભાઈ (કાંસા), વિરમભાઈ(દેવપુરા), રસિકભાઈ (કસરા), ભરતભાઈ જાષી (કસરા), સહિત ઉંબરી સરપંચ, સબલપુર સરપંચ પુરણજી, સાવિયાણા સરપંચ, તબલચી સુરેશભાઈ (ડીસા) સહિત ઘણી જ બહોળી સંખ્યામાં સંતો, ભક્તો, તેમજ ગામે ગામથી રાવળ યોગી સમાજના સંતો, ભક્તો, ભક્ત મંડળો, વડીલો, યુવાનો, મહિલાઓ, અગ્રણીઓ, આગેવાનો ઉપÂસ્થત રહેલ.
આ પ્રસંગે સંતો-ભક્તોનું સામૈયું અને  સ્વાગત કર્યા બાદ દિપ પ્રાગટય કરી સંત મેળાવડાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સંતો-ભક્તો દ્વારા સમગ્ર રાત ભજન-સત્સંગની ભારે રમઝટ જમાવવામાં આવી હતી. સંત મેળાવડામાં રાવળ યોગી સમાજ સહિત અન્ય સમાજનાં દાતઓએ ખૂલ્લા હાથે દાનની સરવાણી વહાવી હતી. જેના પરિણામે સંત મેળાવડાનો પ્રસંગ દિપી ઉઠ્યો હતો.


Download Our B K News Today App



Related News