માલગઢમાં ભજન સંધ્યા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:48:05
  • Views : 635
  • Modified Date : 2019-04-12 06:48:05

ડીસા તાલુકાના માલગઢ ગામની નિશાળ વાળી ઢાણીમાં માલગઢના અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ એવા રાહુલ સોલંકી ‘‘ઉસ્તાદ’’ ની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ભજન
સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ વિશે એવું કહેવાય છે કે જય યોગેશ્વર સ્વાધ્યાય પરિવારના માધ્યમથી તેની વક્તૃત્વ શક્તિ સોળે કળાએ ખીલી હતી. ઉપરાંત સ્મરણ શક્તિ પણ અદ્‌ભૂત હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમ દ્વારા કંઈક બનવાની એની ખેવના હતી. વળી નેશનલ કક્ષાએ દોડમાં તેની પસંદગી થઈ હતી પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ! એ ન્યાયે રાહુલ હિંમતનગર ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ દરમિયાન પ્રભુને પ્યારો થઈ ગયો હતો. તેની સ્મૃતિમાં ૧૧/૪/ર૦૧૯ ને બુધવારના રોજ ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં ભૈરવ મ્યુઝિકલ ગ્રુપના દિનેશ ગેલોતે ગુરૂમહિમાથી ભજન સંધ્યાની શુભ શરૂઆત કરી હતી. વડગામના હંસપુરી મહારાજે નારાયણ, કૃષ્ણ ગોવિંદ ધૂન દ્વારા ભક્તિસભર વાતાવરણ સર્જ્યુ હતું. તેમણે મારવાડી લયમાં મીઠા-મધુર ભજનો ગાયા હતા. ગાયકવાડ - ડીસાના સૂરસમ્રાટ પ્રકાશભાઈ માળીએ હિન્દી મારવાડી ભજનો દ્વારા રંગત જમાવી હતી એક અર્થી ચલી એક ડોલી ચલી ભજન દ્વારા વૈરાગ્ય સભર વાણી ગાઈ  સૌકોઈના દિલ જીતી લીધા હતા. ભામરાના ગણેશારામજી તૂરીએ દેશીવીણા ભજન પ્રસ્તુત કર્યા હતા ભજનમાં રાહુલના સ્નેહીજનો - મિત્રો કવિ-લેખક કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
 

Download Our B K News Today App



Related News