ડીસા બાલાજી પાર્કમાં જલારામ બાપાના ભજનની રમઝટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:24:21
  • Views : 605
  • Modified Date : 2019-04-27 11:24:21

જયાં રોટલો ત્યાં હરિ ઢુકડો. જેનો જીવનમંત્ર હતો તેવા સંત જલારામ બાપાના ગુણાનુવાદ કરતાં ભજનો દર ગુરૂવારે ડીસામાં યોજાય છે.નિવૃત વનઅધિકારી સમાજ સેવક અને લેખક, ચિંતક ભગવાનદાસ ઠક્કર બંધુ, જયંતિભાઈ ઠક્કર ઓઢાવાળા, આત્મારામભાઈ ઠક્કર, નટુભાઈ તથા નવીનભાઈ પ્રજાપતિ, જેવા ભાઈઓ અને સુંદર ભાવમાં ભજન રજૂ કરતી બહેનોની ટીમ ડીસામાં દર ગુરૂવારે જલારામ બાપાના ભજન ગાઈને તથા કીર્તન-નૃત્વ-કરીને ધન્યતા અનુભવે છે.આ ગુરૂવારના ભજન એલ.આઈ.સી. અધિકારી તથા ભારત વિકાસ પરિષદ, ડીસાના સક્રીય કાર્યકર જયેશભાઈ દેસાઈના નવા નિવાસસ્થાને (બાલાજી પાર્ક, કાંટરોડ, ડીસા)માં યોજાયાં. ત્યારે તેમના ધર્મપÂત્ન પિન્કીબેન દેસાઈ તથા પરિવાર જનોએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.નૃત્યાનંદી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તથા ભાનુમતીબેન સજાડે ભજનમાં પોતાની ભાવભંગીઓ રજૂ કરી હતી. સાથે ભાઈ-બહેનોએ ભÂક્તભાવ રૂપે નૃત્ય રજૂ કરીને આધ્યાÂત્મક બળ મેળવ્યું હતું.આવતા ગુરૂવારે પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠક્કરના નિવાસસ્થાને (૯,ડાયમંડ સોસાયટી, ડીસામાં)  યોજાવાના છે તે માટે દરેક ભક્તોને આંમત્રિત કરાયા છે.


Download Our B K News Today App



Related News