ડીસા તાલુકાના વરણ ગામે આવેલ રામદેવપીરના મંદિરે ભજન સંધ્યાનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:47:22
  • Views : 240
  • Modified Date : 2022-09-04 11:47:22

ડીસા તાલુકાના વરણ ગામે આવેલ રામદેવપીરના મંદિરે ભજન સંધ્યાનું આયોજન થતાં મોટી સંખ્યામાં ભક્તોએ ભજનનું રસપાન કર્યું હતું હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓનું ખાસ મહત્વ રહેલું છે જેના કારણે હિન્દુ ધર્મના લોકો દર વર્ષે ઉજવાતા પર્વને લઈ ખાસ ભજન સત્સંગ નું આયોજન કરતા હોય છે ત્યારે હાલમાં ભાદરવા મહિનામાં પણ ખાસ ભજન સત્સંગનું આયોજન થતું હોય છે જે અંતર્ગત ડીસા તાલુકાના વરણ ગામે પણ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું વરણ ગામ ખાતે આવેલ રામદેવપીરના મંદિરે દર વર્ષે ધામધૂમ પૂર્વક રામાપીરના નોરતા ની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આ વર્ષે પણ હાલમાં ચાલી રહેલ રામદેવપીરના નોરતાને લઈ વરણ ગામના લોકો દ્વારા ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરણ સહિત આજુબાજુના અનેક ગામોમાંથી લોકોએ ભજન સત્સંગનું રસપાન કર્યું હતું વરણ ગામે યોજાયેલ ભજન સતસંગ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા વાતાવરણ રામદેવપીર ની ભક્તિમાં રંગાયું હતું

Download Our B K News Today App



Related News