સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થશે ભાઈજાનની એન્ટ્રી: સુપરસ્ટાર સાથે ફિલ્મ, ફર્સ્ટ લુક થયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 13:47:20
  • Views : 342
  • Modified Date : 2022-07-05 13:47:20

આજે ઘણા લોકો બૉલીવુડને છોડીને સાઉથની ફિલ્મોને જોવાનું વધુ પસંદ કરે છે એટલા માટે આજકાલ બૉલીવુડમાં સાઉથની ફિલ્મોનું રિમેક બનાવવાનું  શરૂ થઈ ગયું છે. ઓરીજનલ સ્ટોરી કરતાં આજકાલ બૉલીવુડમાં સાઉથની રિમેક વધુ બની રહી છે. એવું કહરવામાં ખોટું નથી કે બૉલીવુડમાં હવે સાઉથનો દબદબો બની ગયો છે. જો કે આની અસરથી હવે ઘણા ઓછા બૉલીવુડ સ્ટાર બહાર છે એવામાં બોલિવૂડના ભાઈજાન પણ સાઉથની ફિલ્મોમાં જોવા મળશે એવા સમાચાર આવ્યા છે. 

બોલિવૂડના ત્રણ ખાનમાંથી એક ખાન એટલે કે સલમાન ખાન સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે જલ્દી જ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી હતી એવામાં જ હવે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની ફિલ્મ ગોડફાધરનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. 

સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગોડફાધર આ વર્ષની સાઉથ વધુ રાહ જોવાતી ફિલ્મમાંથી એક છે. હાલ જ મેકર્સે ફિલ્મ ગોડફાધરનું ટીઝર રીલીઝ કર્યું છે. જે સોશ્યલ મીડિયા પર ઘનઔ વાયરલ થઈ રહ્યું છે. સાથ જ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ સુપરસ્ટાર ચિરંજીવીના લૂકને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. એમના આ લૂકની ચર્ચા સાઉથમાં જ નહીં પણ હિન્દી ફિલ્મ જગતમાં અને દર્શકોમાં પણ ઘણી થઈ રહી છે. 

બૉલીવુડના દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણકે કે ફિલ્મ ગોડફાધરથી બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાન પણ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવા જઈ રહ્યા છે. બૉલીવુડ અને સાઉથના બે સૌથી મોટા સ્ટાર પડદા પર એક સાથે નજર આવશે. આ માટે દર્શકો ઘણા ખુશ છે અને ફિલ્મ ગોડફાધર ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 

જો કે આ ફિલ્મ પણ મલયાલમ સુપરહિટ ફિલ્મ લુસિફરની રિમેક ફિલ્મ છે. આ ફિલ્મમાં ચિરંજીવી, સલમાન ખાનની સાથે સાથે નયનતારા, સત્યદેવ કંચન અને જય પ્રકાશ જેવા કલાકારો જોવા મળશે. 

 

Download Our B K News Today App



Related News