ભાઈ-ભત્રીજીની હત્યાની આરોપી કિન્નરીને જેલમાં સફાઈની કામગીરીનું કહેતા મહિલા મેટ્રનનું દબાવ્યુ ગળુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 13:59:48
  • Views : 488
  • Modified Date : 2019-07-19 13:59:48

પાટણનો ચોંકાવનારો ભાઈ-ભત્રીજીની હત્યાના કેસની આરોપી હાલ પાટણ જેલમાં પોતાના દિવસો પસાર કરી રહી છે. પાટણની જેલમાં એ પોતાના કારસ્તાન દેખાડી રહી છે. કિન્નરી પટેલને જેલની મહિલા મેટ્રને કિન્નરીને બેરેકની સફાઇ કરવા કહેતાં તેનું  ગળુ દબાવી મારામારી કરી હતી. આ કારનામા બાબતે જેલ અધિક્ષક દ્વારા એને અન્ય જેલમાં મોકલી આપવાની અરજ કરાઇ હતી.આ ઘટનાના પગલે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટે તેણીને પાલનપુર કે અન્ય જેલમાં બદલી કરવા અરજ કરી હતી. જોકે કિન્નરીએ બાદમાં માફી માંગી શાંતિ જાળવવા લેખીત ખાત્રી આપેલી હોઇ ચિફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ટી.જે.પટેલે તેણીને અહીંજ રાખવા હુકમ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સગા ભાઇ જીર અને તેની 14 માસની દિકરી માહીને ધતુરાના બીજનું પાણી અને સાઇનાઇડ આપીને મોત નીપજાવનાર કિન્નરી પાટણની સુજનીપુર સબજેલમાં હાલ કાચા કામની કેદી તરીકે છે. 

 

Download Our B K News Today App



Related News