બનાસકાંઠાના અરવલ્લી પર્વતની ગિરિમાળામાં અંબાપાણી વિસ્તારમાં અતિપ્રાચીન અને પૌરાણીક ભગવાન શિવનું મંદિર આવેલ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:06:04
  • Views : 394
  • Modified Date : 2020-11-01 11:06:04

બનાસકાંઠાના અરવલ્લી પર્વતની ગિરિમાળામાં અંબાપાણી વિસ્તારમાં અતિપ્રાચીન અને પૌરાણીક ભગવાન શિવનું મંદિર આવેલ છે. ચોમાસા દરમિયાન સોળે કળાયે પ્રકૃતિ ખીલી ઉઠે છે પણ આ મંદિર બારે માસ પ્રકૃતિ ખીલેલી હોઈ છે. મંદિરની બાજુમાં અતિ દુર્લભ નાનું એવું તળાવ તો બીજી બાજુ ચેકડેમ પરથી વહેતુ પાણી ખરેખર અહીં જ્યારે વારે તહેવારે અને મહાશિવરાત્રીમાં આજુબાજુ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ભોલેનાથના દર્શનનો લાભ લેતા હોય છે.  ખાસ કરીને શ્રાવણ માસની સોમવારની ભારે ભીડ જોવા મળે છે. ઇકબાલગઢના આજુબાજુ ગામના શિવભક્તો દ્વારા આ પ્રાચીન શિવ મંદિરમાં અલગ પ્રકારની
શિવપૂજા કરવામાં આવે છે. જેના લીધે સાક્ષાત શિવશંકર ભોલેનાથના દર્શન થતાં જોવા મળે છે. દર્શનાર્થીઓ ભોળા શિવ સંકરનો લ્હાવો લેવા અને શીશ નમાવવા આવે છે. શંકર ભગવાન એમના અહીંયા દુઃખો હરિ લે છે.                   

Download Our B K News Today App



Related News