ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-04 13:44:20
  • Views : 471
  • Modified Date : 2019-07-04 13:44:20

આપને જણાવતા આનંદ થાય છે કે. સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ ડીસા દ્વારા આપણા ડીસા શહેરમાં વિક્રમ સંવત ર૦૭પ અષાઠ સુદ-બીજને ગુરૂવારના રોજ તા.૪/૭/ર૦૧૯ ના બપોરે ૧ઃ૦૦ કલાકે રામજી મંદિર ડીસાથી અષાઠી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ર૧ મી ભવ્ય રથયાત્રા ખુબજ ધામધૂમથી નીકાળવાનું આયોજન કરેલ છે. આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી (શ્રીકૃષ્ણ), ભાતાશ્રી બલભદ્રજી અને બહેન શ્રી સુભદ્રાજીના રથો રહેશે. આ યાત્રા રામજી મંદિર, રીસાલા ચોક, હીરા બજાર, એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ચાર રસ્તા. ગોલ્ડન પાર્ક અંબિકા ચોક, ચંદ્રલોક, પશુ બજાર, બગીચા, ફુવારા, ભગવતી ચાર રસ્તા. સોની બજાર, સદર બજાર, જુની જેલ, રામ ચોક, ગાંધી ચોક થઈ રીસાલા ચોકમાં સાંજે ૭ઃ૦૦ કલાકે પૂર્ણ થશે. તેમજ આ રથયાત્રામાં ઘોડા, ઊંટ, ટ્રકો, જીપડાલા, ટ્રેક્ટર, લોડીંગ રીક્ષાઓ, ઊંટ લારીઓ, સહિત વિવિધ ઔતિહાસિક ઝાંખીઓ, અખાડાઓ, ભજન મંડળીઓ, તેમજ બેન્ડવાજા, શરણાઈ, ડી.જે.સાથે રથયાત્રા ડીસા નગરના જાહેર માર્ગો ઉપર ફરી નગર ચર્ચા કરશે. તો આ ધાર્મિક શુભ પ્રસંગે આપ સર્વે આપના કુટુંબ, મિત્ર મંડળ તેમજ સ્નેહીજનો સાથે રથયાત્રામાં જાડાઈ ભગવાનના દર્શન, પ્રસાદ અને આશીર્વાદ લેવા તેમજ આપણા આ પ્રસંગને દીપાવવા આપને હાર્દિક આમંત્રણ છે. 


Download Our B K News Today App



Related News