સરકારે સાયકલ, સિવણ મશીન બાદ ડોલ-બાઉલ પણ ભગવા રંગના આપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 11:44:30
  • Views : 429
  • Modified Date : 2020-12-26 11:44:30

રાજ્યમા ૨૫ વર્ષ કરતા વધુ સમયથી સાશન કરી રહેલી ભાજપની સરકાર સહાય
આપવામા પણ લાભાર્થીઓને સંકોચ થાય તેવા કાર્ય કરી રહી છે. સરકાર દ્વારા આપવામા આવતી સહાયમાં ભગવા રંગને ભાજપની ઓળખ બનાવાઇ રહ્યો છે. શુક્રવારે મહાત્મા મંદિરમા મુખ્યમંત્રીની હાજરીમા લાભાર્થીઓને સહાય આપવામા આવી હતી. જેમાં સરકારે
પહેલા સાઇકલ, સિલાઇ મશીન બાદ આજે આપવામાં આવેલી પ્લાસ્ટીકની ડોલ અને બાઉલ ભગવા રંગના આપ્યા હતા.
શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ માટે એક જ યુનિફોર્મ રાખવામાં આવતો હોય છે, જેનુ એકમાત્ર કારણ કોઇ વિદ્યાર્થી ગરીબ કે તવંગર જાેવા ના મળે. શાળામાં આવતુ દરેક બાળક એક સરખુ જાેવા મળે. જેથી અન્ય કોઇ વિદ્યાર્થીમાં ઉચ્ચનીચ ના દેખાય. પરંતુ રાજ્યની ભાજપ સરકાર સહાય આપવામાં ઉચ્ચનીચ દેખાડવા માગતી હોય તેવુ જાેવા મળી રહ્યુ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે શુક્રવારે કૃષિ કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લાભાર્થીઓને છત્રી સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્‌સ, તારની વાડ યોજનાની સબસીડી અને કૃષિ વ્યવસાય સહાય પ્રતિક રૂપે આપવામાં આવી હતી. પરંતુ સહાય મેળવ્યા બાદ અનેક લાભાર્થી કલરને લઇ કચવાટ કરતા સાંભળવા મળતા હતા. સરકારે આપેલી સહાયમાં ડોલ અને બાઉલનો કલર ભગવો રાખ્યો હતો. ઉલ્લેખનિય છેકે, સરકાર દ્વારા અગાઉ સરસ્વતિ સાધના યોજનામાં આપવામાં આવતી સાઇકલ, મહિલાઓને રોજગારી મળે તે માટે સ્વ સહાય જૂથમાં આપવામાં આવતા સિલાઇ મશીનનો કલર પણ ભગવો રાખવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News