થરાદમાં માવજીભાઈ પટેલે વિજય રૂપાણીના હાથે ભગવો અપનાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:11:40
  • Views : 388
  • Modified Date : 2019-10-18 11:11:40

વિધાનસભા પેટાચૂંટણીના ભાજપ ઉમેદવાર જીવરાજભાઈ પટેલને વિજય બનાવવા પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. થરાદની પાવનભૂમી પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી થરાદ ખાતે મહાસંમેલન સભા યોજી હતી. જેમાં જીવરાજબાને જીતાડવાની હાંકલ કરી હતી. થરાદ પટેલ સમાજના આગેવાન અને પૂર્વ વીસમુદ્દાના અધ્યક્ષ માવજીભાઈ પટેલે ભાજપ પાર્ટી સાથે જાડાઈ સમર્થન આપ્યું હતું.
માવજીભાઈ પટેલ ર૦૧૭ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ૪ર૦૦૦ મતો સાથે ચૂંટણી હારી ગયા હતા. જેમાં આ વખતે પણ ટીકીટની માંગણી કરી હતી પરંતુ હાઈકમાન્ડે ટીકીટ આપી ન હતી. જેમાં આ વખતે નહિ ભાજપ કે કોંગ્રેસ, ઘર પકડીને બેઠા હતા. પરંતુ પોતાના સમાજના આગેવાનોના કહેવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે ખેસ ધારણ કર્યો હતો. જીવરાજભાઈ પટેલને વિજય બનાવવા માટે હાંકલ કરી હતી. માવજીભાઈ પટેલે પોતાના સમર્થકો, કાર્યકરો સાથે ભાજપમાં જાડાઈ ભાજપ
 પાર્ટીની ચીંતા હળવી કરી દીધી હતી.
આ પ્રસંગમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પરબતભાઈ પટેલ, મંત્રી ઈશ્વરભાઈ પરમાર, શંકરભાઈ ચૌધરી, કેશાજી ચૌહાણ,   દુષ્યંતભાઈ પંડ્યા, માવજીભાઈ દેસાઈ, રૂપશીભાઈ પટેલ,
દાંનાભાઈ માળી, અજયભાઈ ઓઝા, મેવાભાઈ ખટાણા, પ્રવિણભાઈ માળી, પ્રકાશ સોની, તેમજ તમામ આગેવાનો હાજર રહી મહાસંમેલનમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

Download Our B K News Today App



Related News