પેથાપુરના વોર્ડ નંબર ૬ના ભાગલા ના પાડો ઃ પૂર્વ ઉપ્રપ્રમુખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 12:07:15
  • Views : 348
  • Modified Date : 2021-02-22 12:07:15

ગાંધીનગર મહાપાલિકાનુ નવુ સીમાંકન જાહેર કરી દેવાયુ છે. અનેક વિસ્તારને અલગ અલગ કરી વોર્ડ બનાવાયા છે. ત્યારે પેથાપુર નગરપાલિકાના
પૂર્વ ઉપપ્રમુખ ગણપતસિંહ વાઘેલાએ પેથાપુરના વોર્ડ નંબર ૬ને પાલજ ધોળાકુવામાંથી દુર કરી પેથાપુરમાં જ રાખવા માટે રજૂઆત કરી છે.
ગાંધીનગર મહાનગર
પાલિકામાં ૧૮ ગામ અને
પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરાયા બાદ ગઇકાલ શુક્રવારે નવુ સીમાંકન જાહેર કરાયુ હતું. જ્યારે આગામી ૧૦ દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે, ત્યારબાદ નવુ સીમાંકન જાહેર કરાશે. ત્યારે સીમાંકન જાહેર થયાના પહેલા જ દિવસે વિરોધ જાેવા મળ્યો છે. પેથાપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગણપતસિંહ વાઘેલાએ પેથાપુર નગરપાલિકા દરમિયાન ૬ નંબરનો વોર્ડ હતો તેને નવા બનાવેલા પાલજ ધોળાકુવામાંથી દુર કરવા રજૂઆત કરી છે. તેમણે કહ્યુ હતુ કે, પેથાપુર
પહેલેથી જ એક છે તેને એક રહેવાદો, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ના અપનાવો.

Download Our B K News Today App



Related News