ડીસામાં ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સરકારી જમીનમાં માટીના ઢગલા નાંખતા હવાઈ પીલ્લરના મેદાનનું રૂ.૬૫.૬૬ લાખ ભાડું વસુલવા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-30 11:18:43
  • Views : 511
  • Modified Date : 2020-07-30 11:18:43

ડીસાના હવાઈ પીલ્લર ખાતે આવેલા મેદાનમાં શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ કરતી કંપનીએ માટીના ઢગલા કર્યા હતા. અનઅધિકૃત રીતે માટીના ઢગલા કરી મેદાનનો ઉપયોગ કરતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રૂ. ૬૫.૬૬ લાખ રૂપિયા ભાડું ભરવાનો ડીસાના નાયબ કલેકટરે આદેશ કર્યો છે. જેના પગલે દોડધામ મચી ગઈ છે.
ડીસા શહેરનો વિકાસ થતા ફ્લાયઓવર બ્રિજની જરૂર જણાતા કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી હતી. જેનું કામ છેલ્લા ૨૦ મહિનાથી રચના કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું છે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના તાબા હેઠળ આ સમગ્ર કામગીરી ચાલી રહી છે. પરંતુ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સીટ નંબર ૪૨, સી.સ.નંબર ૪૮૩૨
પૈકીની જમીનમાં આવેલા હવાઈ પિલ્લરના મેદાનમાં અનઅધિકૃત રીતે ૯ હજાર ચોરસ મીટરમાં માટીના મોટા ઢગલાનો ખડકલો કરી દેવાયો હતો. જેથી આ જગ્યાનો અન્ય ઉપયોગ ન થઇ શકતા સરકારને પણ ભાડાની આવક ગુમાવવાનો વારો આવ્યો હતો.
 આ માટીના ઢગલા કરી ૩૯૫ દિવસ સુધી આ જમીનને બિનઅધિકૃત રીતે રોકી રાખી તેનો ઉપયોગ કરતા પાલનપુરના નિવાસી અધિક કલેકટરના આદેશથી નવ હજાર ચોરસ મીટરના ૩૯૫ દિવસના ભાડા પેટે કુલ રૂ.૬૫ લાખ ૬૬ હજાર ૮૭૫ વસૂલવાનો નેશનલ હાઈવે ઓથોરીટીને આદેશ કરાયો છે. ડીસાના નાયબ કલેક્ટર એચ. એમ. પટેલે આ આદેશ કરતાં હડકંપ મચી ગયો છે.

Download Our B K News Today App



Related News