લાખણીમાં શોપિંગ માલિકોએ સ્વેચ્છાએ એક મહિનાનું ભાડુ માફ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 11:46:14
  • Views : 466
  • Modified Date : 2020-04-28 11:47:13

વર્તમાન સમયમાં કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેનાથી ભારત દેશ
પણ બાકાત રહ્યો નથી. ત્યારે આ મહામારીથી દેશને બચાવવા માટે લોકડાઉન જાહેર કરેલ છે. છેલ્લાં દોઢ મહિનાથી દેશ લોકડાઉન છે ત્યારે આવા સમયે વેપારીઓના ધંધા રોજગાર બંધ છે.
ત્યારે લાખણી ગ્રામ
પંચાયતના સરપંચ નાનજીભાઈ પટેલે લાખણી ગામમાં આવેલ તમામ શોપિંગ માલિકોને અપીલ કરી હતી કે ૧ મહિનાનું ભાડુ ભાડુઆતોનું માફ કરો અને તેમની
અપીલને માન આપીને લાખણી ગામમાં આવેલ લગભગ તમામ શોપિંગ માલિકો સુરેશભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતિ, શ્રવણભાઈ દવે, ટી.પી.
રાજપૂત, ઈશ્વરભાઈ પટેલ, ભરતભાઇ પટેલ, ચેલાભાઈ પટેલ સહિતના તમામ શોપિંગ માલિકોએ એક સુરે આવકારીને માનવતાના દર્શન કરાવીને ૧ મહિનાનું ભાડું માફ કર્યુ છે. અત્યારે સરકારે સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૮.૦૦ વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાનો પરિપત્ર કર્યો છે. પણ લાખણી ગ્રામ પંચાયત કચેરીએ બધા વેપારી એસોસિએશનના આગેવાનો દ્વારા ભેગા મળીને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનો સર્વસહમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News