મહાત્મા મંદિરમાં તાયફા કરતી સરકાર ભાડું ચૂકવવામાં વામણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:07:16
  • Views : 304
  • Modified Date : 2021-03-18 11:07:16

પાટનગરમાં યોજાતા રાજ્ય સરકારના તમામ કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ૩૮ અને ખાનગી
કંપનીઓએ ૩૭ કાર્યક્રમ યોજ્યા છે. પરંતુ સરકાર કાર્યક્રમનું ભાડું ચૂકવી શકતી નથી. સરકારી અને ખાનગી કંપનીના મળી કુલ ૨.૦૪.૫૪.૭૭૮ કરોડ રૂપિયા બાકી લેવાના નિકળી રહ્યા છે. સરકારી કાર્યક્રમો થતી ઉજળી બનતી સરકાર નાણા ચૂકવવામાં વામણી સાબિત થઇ રહી છે.
વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડા દ્વારા પૂછવામાં આવેલા સવાલમાં સરકારનું ભોપાળુ બહાર આવ્યું હતું. મહાત્મા મંદિરમાં કેટલા કાર્યક્રમ કરવામાં આવ્યા છે. અને તેનું કેટલુ ભાડું બાકી છે. તેના જવાબમાં સામે આવ્યું હતું કે, સરકારે છેલ્લા બે વર્ષમાં ૩૮ સરકારી, જ્યારે ૩૭ ખાનગી કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર પાસેથી હજુ ૨.૦૨.૯૦.૯૯૯ કરોડ રૂપિયા ભાડુ ચૂકવવાનું બાકી છે.
જ્યારે ખાનગી એજન્સીઓ
પાસેથી ૧.૬૩.૭૭૯ લાખ
રૂપિયા લેવાના બાકી નીકળે છે. એજન્સીઓ મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજે છે, પરંતુ તેનુ ભાડું ચૂકવતી નથી. જેને લઇને સરકારે એજન્સીઓ સામે નાણા વસૂલ કરવા કોર્ટમાં કેસ કર્યો છે. તો સરકારે ભાડા પેટે ૧૫.૫૧.૨૧.૩૪૪ કરોડ
રૂપિયાની આવક કરી છે. ખાનગી કંપનીઓ તો ઠીક પરંતુ સરકાર
પણ મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજીને ભાડું ચૂકવતી નથી.  મહાત્મા મંદિરનુ સંચાલન ૪૫ વર્ષના પરવાના સાથે ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ
કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં ગરૂડ દ્વારા ૨૮.૭૪.૭૧.૪૩૨ કરોડ રૂપિયાની આવક થઇ છે. જેમાં ૨૮.૧૭.૧૨.૫૧૮ કરોડ
રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે ૫૭.૫૮.૯૧૪ રૂપિયાનો નફો થયો છે. નફો થવા છતાં સરકાર દ્વારા ભાડું ચૂકવવામાં આવતું નથી.

Download Our B K News Today App



Related News