અંબાજી દુર હૈ,જાના જરૂર હૈ : અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તોની ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-09-07 11:10:32
- Views : 222
- Modified Date : 2022-09-07 11:15:23
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. આ વર્ષે થયેલા સાર્વત્રિક સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે.બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
માઇભક્તો માટે મહેમાનો જેવી સરસ આરામની
વ્યવસ્થા કરાઇ
આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને માઇભક્તો પ્રત્યે રાજ્ય સરકારે એજ અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરતું સરસ આયોજન પદયાત્રિકો માટે કર્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ-૫ વિશાળ ડોમ યાત્રાળુઓના વિસામા અને આરામ માટે બનાવવામાં આવ્યા છે જેમાં યાત્રિકો પોતાના ઘેર સૂતા હોય તેમ શાંતિથી ઘસઘસાટ ઉંઘી શકે છે. હડાદ બાજુથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિર અને પોલીસ સ્ટેશન નજીક તથા દાંતા રોડ પર અને પાન્છા ખાતે પલંગ- ગાદલા સહિતની સુવિધાઓ સાથે વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં યાત્રિકો આરામ કરીને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર પીવાનું પાણી, આરોગ્ય, લાઇટની સુવિધા અને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ ખુબ સરસ રીતે ગોઠવવામાં આવેલી છે.
અંબાજીમાં સ્વચ્છતા માટે ૭૦૦ જેટલાં સફાઇ
કર્મચારીઓ સેવામાં
મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી ૨૮ સમિતિઓ
સહિત આ વર્ષે પ્રથમ વખત બેઝ સમિતિ બનાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી
દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ મેળાની સમગ્ર પરિસ્થિતી પર સીધી નજર રાખી
અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. કલેકટરશ્રીએ મેળાના પ્રારંભ
પહેલાં અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા અધિકારીઓને તાકીદ કરતાં સ્વચ્છતા માટે
સ્પેશ્યલ ટીમો મુકીને ૭૦૦ જેટલાં સફાઇ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઇની
કામગીરી કરવામાં આવે છે. પરિણામે અંબાજીના તમામ વિસ્તારો સાફ- સુથરા અને સ્વચ્છ
બનતાં ઘણા યાત્રિકોએ અંબાજીની સ્વચ્છતાની સરાહના કરી છે.
અંબાજીના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ
દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે.......... જય જય અંબે............. ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે.રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા- નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે. દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે.
દર્શનની વિશેષ વ્યવસ્થા
ભાદરવી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં
યાત્રિકો અંબાજી ઉમટી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ
દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન થાય તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. સંઘમાં
આવતા લોકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. દંડવત પ્રમાણ, દિવ્યાંગો, વ્હીલચેરવાળા,
સિનિયર સીટીઝન્સ તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી
વચ્ચેની લાઇનમાંથી સીધા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓની લાઇનમાં
પીવાના પાણીની તથા લીંબુ શરબતની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
પ્રસાદ વિતરણ માટે ખાસ વ્યવસ્થા
અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે.
વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા
અંબાજી મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી
બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે. સીતાજીને શોધતા ભગવાન રામ અને લક્ષ્મણ અંબાજી
નજીક આવેલા અર્બુદાચલના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ઋષિએ તેઓને
ગબ્બર મુકામે માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીએ
ભક્તિભાવપૂર્વક મા ની પૂજા-અર્ચના કરી હતી ત્યારે માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો નાશ
કરવા ભગવાન રામને અજયબાણ આપ્યુ હતુ ને એજ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.
ભગવાન શ્રીકૃષ્ણનું ચૌલકર્મ અંબાજીમાં મા અંબેના સ્થાનકે થયાનો પુરાણોમાં ઉલ્લેખ
છે. ૫૧ શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી શક્તિપીઠનો મહિમા અજોડ અને ભવ્ય છે.
માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપરનું સ્થાનક મનાય છે. અંબાજી મુકામે યાત્રિકોની
સુવિધા માટે નોંધપાત્ર વિકાસકામો કરવામાં આવતાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વરસે ૧.૨૫ કરોડથી વધુ
દર્શનાર્થીઓ અંબાજી આવે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 165
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 88
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 104
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 98
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 149
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



