બનાસકાંઠાના ભાભરની.જ્યાં અજાણ્યા શખ્સો બંધ થેલામાં બાળકને ત્યજીને ફરાર થઇ ગયા. આ મામલે ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:15:41
  • Views : 264
  • Modified Date : 2022-04-30 11:15:41

બનાસકાંઠાના ભાભરની.જ્યાં અજાણ્યા શખ્સો બંધ થેલામાં બાળકને ત્યજીને ફરાર થઇ ગયા. આ મામલે  ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના વધી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એકવાર ગુજરાતમાં માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. કૂમળા ફુલ જેવા બાળકને કોઇ કોથળામાં પુરીને રઝળતુ મુકી દીધુ છે. આ ઘટના છે બનાસકાંઠાના ભાભરની.જ્યાં અજાણ્યા શખ્સો બંધ થેલામાં બાળકને ત્યજીને ફરાર થઇ ગયા. આ મામલે  ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાભરના બોરિયા ગામે માનવતાને શર્મસાર કરતી  ઘટના બની છે. જેમાં 3-4 દિવસનું બાળક કોઇ શખ્સ બંધ થેલામાં મૂકીને ફરાર થઇ ગયુ હતું. જ્યાં બાંકડા પરથી આ થેલો મળી આવ્યો હતો. જ્યારે બાળકનો રડવાનો અવાજ આવ્યો તો આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. 108 દ્વારા  બાળકને  સારવાર અર્થે ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યું છે. હાલમાં બાળકની સારવાર  ચાલી રહી છે. 

ત્યારે અહીં સવાલ એ થાય કે કૂમળા છોડ જેવા બાળકને છોડતા એ માનો જીવ કેવી રીતે ચાલ્યો ? 9 મહિના સારસંભાળ રાખીને પોતાના પેટમાં ઉછરેલા બાળકને એક મા કેવી રીતે તરછોડી શકે ?  કે પછી માની જાણ બહાર તેના બાળકને કોઇ આ રીતે મૂકી ગયું ? બાળકનો જન્મ થાય એટલે ઘરમાં કેટલી ખુશી હોય, કેટલો હરખ હોય. પરિવારનો દરેક વ્યક્તિ એક એક પળ બાળક સાથે વિતાવવા આતુર હોય છે ત્યારે નવજાત બાળકને બંધ થેલામાં મૂકીને ફરાર થઇ જવુ એ કેટલી હદે ક્રૂરતા છે.

 

Download Our B K News Today App



Related News