સોશિયલ મીડિયા પર મનફાવે તે વીડિયો અપલોડ કરનારા ચેતજો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-07 18:43:58
  • Views : 47
  • Modified Date : 2025-03-07 18:43:58

હિન્દુ -મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર મહેંદી હુસૈનની વટવા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર ખોટો વિડિયો વાયરલ કરીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.


સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરતા પહેલા ચેતજો. કારણકે હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની વટવા પોલીસે ધરપકડ કરી છે. જેના ઈન્સ્ટાગ્રામ આઇડી પર 4 માર્ચે સોશિયલ મીડિયામાં રમઝાન માસમાં હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને શહેરની શાંતિ ડહોળાય એવા પ્રયત્નો કરાયા હતા.

Download Our B K News Today App



Related News