મારો દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગતા લોકોથી સાવધાન

  • Published By :
  • Published Date : 2022-09-26 16:41:45
  • Views : 279
  • Modified Date : 2022-09-26 16:41:45

જાણો શું છે સમગ્ર ઘટના?

શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક રાહદારીએ કાર ચાલક પાસે લિફ્ટ માંગીને તેને ફસાવી દીધો. લિફ્ટ આપતા રાહદારીએ ચપ્પુ બતાવીને તેની સાથે આવેલી મહિલા સાથે કારચાલકના ફોટા પાડી દીધા હતા. જે બાદમાં વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 20 લાખની માંગણી કરી. જોકે, બાદમાં ગભરાયેલા કાર ચાલકે રૂપિયા 5 લાખમાં સમગ્ર મામલાને પતાવી દીધો. હાલમાં સુરત પોલીસે આ ગેંગ અને તેના કરતૂતોને લોકો સમક્ષ લાવી રહી છે. સુરત પોલીસે બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હનીટ્રેપના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં લાલજી શિવરાજ લખધીરભાઇ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ પટેલ લલિત ચૌહાણ અને રૂકિયાબેન ફાતિમાબેન વોહરાની ધરપકડ કરીને તેઓને જેલમાં ધકેલી દેવાયા છે.આપણે આમ તો સામાન્ય રીતે દરેકને મદદ કરવાની જ ભાવના રાખતા હોઇએ છીએ. પરંતુ ક્યારેક આપણે કરેલી મદદ આપણી માટે આફતરૂપ બની જતી હોય છે. કંઇક આવું જ સુરતમાં બન્યું છે. જો તમને રસ્તામાં મારો દીકરી બીમાર છે કહીને લિફ્ટ માંગે તો સાવધાન થઇ જજો. કારણ કે સુરતમાં આવી જ એક ગેંગ સક્રિય થઇ છે. જે હનીટ્રેપ દ્વારા લોકોને ફસાવે છે. સુરત પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

લિફ્ટ માંગીને આ ચારેય આરોપીઓએ કાર ચાલકને ફસાવ્યો

આ આરોપીઓએ કાર ચાલક પાસે મારી દીકરો બીમાર છે કહીને લિફ્ટ માંગી હતી. બાદમાં લિફ્ટ માંગીને આ ચારેય આરોપીઓએ કાર ચાલકને ફસાવ્યો હતો. આરોપીઓએ લિફ્ટ માંગ્યા બાદ કાર ચાલકનું અપહરણ કરી લીધું હતું. બાદમાં અપહરણ કરીને રૂપિયા 20 લાખની માંગણી કરી. આથી, 20 લાખની સામે ફરિયાદીએ રૂપિયા 5 લાખમાં પતાવટ કરી દીધી.

Download Our B K News Today App



Related News