બેવફા પત્નીએ પતિની કરાવી હત્યા, વહૂનાં ગંભીર આરોપો બાદ સસરાની આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 18:26:30
  • Views : 648
  • Modified Date : 2019-07-15 18:26:30

અનૈતિક સંબંધમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પરલોક પોહચાડી દીધો હતો. આ બનાવ બાદ મૃતક સંજય દેસાઈના પિતાએ પણ પુત્રની મોતાનાં આઘાતમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. જોકે, સાતિર પત્ની પોલીસ સમક્ષ સતી સાવિત્રી બની ખોટા આક્ષેપ કરી પરિવારના સભ્યોને હત્યારા બતાવતી રહી પણ અંતે ભાંડો ફૂટી ગયો. અને તે પોલીસની પકડમાં આવી ગઇ. આ મામલે પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમી તેમજ સોપારી લેનાર અન્ય મિત્રની ધરપકડ કરી હતી.વાત કરીએ મહુવાના આંગલધરા ગામે ચકચારી હત્યાકાંડ ની. મહુવાના આંગલધરા ગામમાં કૃપા વે બ્રિજના વજનકાંટાની કેબિનમાં અંધાધુન ફાયરિંગ કરી સંજય દેસાઈ નામના ક્ષત્રિય યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી. આ હત્યાકાંડ સુરત જિલ્લા પોલીસ માટે પડકાર સમાન બન્યો હતો. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યાકાંડની જે વિગત બહાર આવી એ જોઈ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કેમકે પતિની હત્યામાં પત્ની જ સાતિર નીકળી. રાજસ્થાની પ્રેમી સાથેના અનૈતિક સંબંધ પતિ જાણી જતા રાજસ્થાની શુટરોને સોપારી આપી પતિની હત્યા કરાવી દીધી હતી.સંજય દેસાઇની પત્ની કૃપા દેસાઈએ પોતાના 8 વર્ષ જુના અનૈતિક સંબધો માટે જેની સાથે જીવવા મરવાના કોલ સાથે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. તે પતિ સંજય દેસાઈની હત્યા પ્રેમી સાથે મળી કરાવી દેતા ચકચાર મચી ગયો છે. મહુવા તાલુકાના આંગલ ધરા દેસાઈ (રાજપૂત) સમાજના ખેડૂત વેપારી હત્યાકાંડમાં ભદ્ર સમાજને હચમચાવી નાખતો ખુલાસો થયો છે. પોતાના પ્રેમી સાથેના અનૈતિક સંબંધોની પતિને જાણ થઇ જતા પ્રેમી સાથે મળી ઘાતકી હત્યા કરાવી દીધી હતી અને હત્યા બાદ બદચલન અને બેવફા સાતિર પત્ની પોલીસને પણ ગોળ ગોળ જવાબો આપી અવળેપાટે ચઢાવતી રહી હતી પરંતુ અંતે તેનું પાપ બહાર આવી ગયું.મૃતક સંજયની 9 જુનની રાત્રે તેના વજન કાંટાની કેબિનમાં હત્યા કરી હત્યારા ફરાર થઇ ગયા હતા અને હત્યા બાદ જિલ્લાની પોલીસ તપાસમાં કામે લાગી હાઈપ્રોફાઈલ હત્યા હોવાથી પોલીસ કડક હાથે તપાસ કરી પ્રથમ પત્નીએ પરિવારના સભ્યો પર હત્યા કરાવ્યાના આક્ષેપ કર્યા. જેમાં મૃતકના પિતાને લાગી આવતા તેંમને આપઘાત કરી લીધો હતો. તો પોલીસ પ્રાથમિક તપાસમાં પત્નીના ઈશારા તરફ તપાસ કરી તમામ એન્ગલ ચેક કર્યા અને તેમને અસફળતા મળી અને અંતે તપાસ પત્નીની હિલચાલ તરફ ચાલું કરી અને જે ચોંકાવનારા તથ્ય બહાર આવ્યા. મહુવા પંથકમાં લોકોમાં ભારે રોષ બેવફા પત્ની સામે કરી રહ્યા છે પત્ની કૃપા દેસાઈ, પ્રેમી કાનસીંગ ઉર્ફ કાંતિ રાજપુરોહિતને બાતમીના આધારે ઝડપી પાડ્યા અને અનૈતિક સબંધમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું. પોલીસે રાજસ્થાનથી હત્યા કરવા આવેલા સોપારી લેનાર શ્રવણ રાજપુરોહિત અને હનુમાન રાજપુરોહિતને પણ ઝડપી પાડ્યા જયારે પહાડ સિંહ રાજપુરોહિતને વોન્ટેડ જાહેર કર્યો છે.

Download Our B K News Today App



Related News