ધાનેરા તાલુકામાં પોલીસની બેવડી નિતીથી લોકો ત્રાહીમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:33:17
  • Views : 450
  • Modified Date : 2019-09-29 11:33:17

સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરતાં
પોલીસ દ્વારા લોકોને ધરખમ દંડ આપવામાં આવી રહ્યા છે અને તેનો ભોગ મોટા ભાગના નાના વાહન ચાલકો બની રહ્યા છે, જેમાં  ખાસ કરીને બાઇક ચાલકો બન્યા છે. ત્યારે બીજી તરફ બેફામ નંબર વગર દોડતા ડમ્પરો આ પોલીસની નજરે ક્યારેય પડતા જ નથી કે પછી તેમને છાવરવામાં આવે છે તે બાબતે લોકોમાં  પોલીસ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સરાલ ગામે શાળા આગળજ એક વાછરડીને ઉડાવી દેતાં ગ્રામજનો દ્વારા પોલીસવડાને લેખીત રજૂઆત પણ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ટ્રાફિક નિયમ તોડે તો તેના દંડમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે અને લોકો પાસેથી વસુલાત પણ કડક પણે કરવામાં આવી રહી છે.  ધાનેરા તાલુકામાં પોલીસની અવળી નિતી જોવા મળી રહી છે. આ પોલીસની ટીમો રોજ હાઇવે ઉપર ટ્રાફિક નિયનોનું પાલન ન કરનારા લોકોને દંડવા માટેજ ઉભી હોય છે અને તેમને માત્રને માત્ર નાના વાહનો દેખાય છે.  તેઓ બાઇક સવારો તેમજ નાની ગાડીઓ વાળાઓને ટાર્ગેટ બનાવી તેમની સામે કાર્યવાહી કરતા હોય છે.  આ નાના વાહનો ડીટેઇન કરતા હોય છે, જેના કારણે આ લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. ત્યારે બીજી તરફ માતેલા સોંઢ જેવા રેતી ભરીને ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પર વાળાઓના ડ્રાઇવરો પાસે લાયસન્સ પણ હોતા નથી, કે તે ડમ્પરોને નંબર પ્લેટો પણ હોતી નથી તેમ છતાં આ પોલીસ તેમની સામે કાર્યવાહી કરતી નથી અને તેમને છાવરવાની કોશિશ કરતી હોય છે. તો આ બાબતે પોલીસવડા તપાસ કરાવીને આ માતેલા સોંઢ જેવા બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરાવે અને તેમની સામે કાર્યવાહી થાય તો રોડ ઉપર થતા મોટા ભાગના અકસ્માતો પણ નિવારી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News