ડીસા તાલુકાના સદરપુર થી છત્રાલા ગામ વચ્ચે બિસ્માર માર્ગ થી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-17 12:15:37
  • Views : 303
  • Modified Date : 2022-08-17 12:15:37


ડીસા તાલુકાના સદરપુર થી છત્રાલા ગામ વચ્ચે બિસ્માર માર્ગ થી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ઓવરલોડ ડમ્પર અને ચોમાસામાં પાણી ભરાઈ રહેતા કાચા માર્ગ પર બે બે ફૂટ સુધી કિચડ થઈ જતા દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો ફસાઈ જતા મારી મુશ્કેલી વેઠવી પડે છે


રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા તાલુકાના એવા અનેક ગામો છે કે જ્યાં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ખાસ કરીને એક તરફ ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં સડક યોજના અંતર્ગત તમામ રસ્તાઓ યોગ્ય થાયની વાતો થઈ રહી છે.પરંતુ ડીસા તાલુકાના ગામડાઓમાં પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ડીસા તાલુકાના સદરપુર થી છત્રાલા સુધીનો કાચો માર્ગ અત્યારે બિસ્માર બની ગયો છે. સતત ઓવરલોડ ડમ્પરની હેરાફેરી અને ચોમાસામાં પાણી ભરાઈ રહેતા આ માર્ગ પર બે બે ફૂટ સુધી કિચડ થઈ ગયો છે જેથી દિવસ દરમિયાન અહીંથી પસાર થતા અનેક નાના મોટા વાહનો ફસાઈ જાય છે કીચડમાં નાના મોટા વાહનો ફસાઈ જતા લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક આગેવાન પનસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન સદરપુર -છત્રાલા માર્ગ પરથી અનેક ઓવરલોડ ડમ્પરો પસાર થાય છે જેના કારણે આ રસ્તો ખરાબ થઈ ગયો છે મોટા ખાડા પડી ગયા છે અને અત્યારે ચોમાસાનું પાણી ભરાતા એક એક ફૂટ સુધી કિચડ થઈ ગયો છે જેથી અહીંથી પસાર થતા તમામ વાહનો ફસાઈ જાય છે ત્યારે સરકાર સત્વરે આ માર્ગ રીપેર કરાવે અને વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરે તેવી ગ્રામજનોની માંગ છે


Download Our B K News Today App



Related News