વર્કિંગ વુમન માટે રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 13:34:11
  • Views : 102
  • Modified Date : 2023-12-25 13:34:11

આજકાલ મહિલાઓ પુરુષોની સમોવડી થઇને ચાલે છે. જો કે મહિલાઓની ખાસ વાત એ છે કે તે જોબ કે બિઝનેસના સાથે પોતાના પર્સનલ લાઇફને પણ બેલેન્સ કરતી હોય છે. જો કે બંનેને બેલેન્સ કરવામાં ઘણી મહિલાઓ બચત કરવાનું વિચારતા પણ નથી. જેના કારણે તેમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જો કે આયોજનબદ્ધ રીતે રોકાણ કરીને વર્કિંગ વુમન ઓછી ઊંમરે પોતાના આ તમામ કામમાંથી નિવૃત્તિ મેળવી શકે છે.જો તમે પણ વર્કિંગ વુમન છો, તો તમારે શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતો જાણવી જ જોઈએ.મહિલાઓ અલગ અલગ વિકલ્પોમાં રોકાણ કરી શકે છે.મહિલાઓને સોનાના ઘરેણાં પ્રિય હોય છે. જો કે આ જ સોનામાં રોકાણ કરીને વર્કિંગ વુમન પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. સોનામાં રોકાણ પ્રાચીન સમયથી પ્રચલિત છે. સોનામાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો છે. તેમાં ગોલ્ડ ફંડ્સ, ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ, બાર, જ્વેલરી, સિક્કા, સોવરિન ગોલ્ડ બોન્ડ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.જોબ કે બિઝનેસ કરતી મહિલાઓ ભારત સરકારની પેન્શન યોજનામાં રોકાણ કરીને વૃદ્ધાવસ્થા માટે પેન્શન ફંડ એકત્રિત કરી શકે છે. સરકારે ઘણી પેન્શન યોજનાઓ શરૂ કરી છે. જેમાં નેશનલ પેન્શન સ્કીમનો પણ સમાવેશ થાય છે. તમે તેમાં રોકાણ કરીને તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. કોર્પોરેટ બોન્ડ્સ, ઇક્વિટી, લિક્વિડ ફંડ્સ NPS દ્વારા સામેલ છે.વર્કિંગ વુમન શેરબજારમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે. જો કે તેમાં જોખમ વધુ હોય છે. જો તમે ઓછા જોખમ સાથે રોકાણ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ SIP શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં રોકાણ કરીને ઘણા લોકોએ ખૂબ જ સારુ ભંડોળ એકત્ર કરેલુ છે.બજેટ મુજબ રોકાણકારો ઇક્વિટી, ડેટ અથવા હાઇબ્રિડ ફંડ પસંદ કરી શકે છે અને રોકાણ કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ લાંબા સમય સુધી કરવું જોઈએ. તેમા તમારે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવું પડશે. SIPમાં કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. તેના દ્વારા લોકોને સારું વળતર મળે છે.ઘણી બેંકો પણ FD પર સારું વળતર આપે છે. એવા લોકો માટે કે જેઓ જોખમ લીધા વિના રોકાણ વિકલ્પો શોધી રહ્યા છે, તેમના માટે FD એક સારો વિકલ્પ છે. વર્કિંગ વુમન તેમાં રોકાણ કરીને ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે.

Download Our B K News Today App



Related News