તો હીરા બજારમાં બેન્કોના અરબો ખરબો રૂપિયા ડુબી જશે હાર્દિક હુંડીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-14 12:10:58
  • Views : 479
  • Modified Date : 2019-08-14 12:10:58

અત્યારે હીરા બજાર ખુબજ કપરા સમયથી પસાર થઇ રહ્યો છે, બેંકોના અરબો રૂપિયા હીરા બજરમાં લોન પેટે લાગેલા છે. હીરા બજારમાં થતા સતત ઉઠમણાના કારણે બેંકો સતત જાગૃત બની જુની લોનો બેંકો જમા કરવામાં પડી છે અને નવી લોન ન આપવાના કારણે હીરાના વેપારીઓ તકલીફ આવી ગયા છે તેવી ચર્ચાઓએ હીરા બજારમા જોર પકડ્‌યું છે. એમ પણ ચર્ચા છે કે ડીઆરઆઈ, ઇડી, કસ્ટમની નજર પણ હીરા બજાર પર સતત દેખાઈ રહી છે. અત્યારે હીરા બજારમાં અચાનક હલકા હીરાની ખરીદી વધી ગઇ છે, ભયંકર મંદીમાં હલકા હીરાની ડીમાંડ ખુલતા હીરા બજારમાં એક રહસ્યમય વાતાવરણ પેદા થઇ ગયું છે. પણ હીરા બજારમાં એક એવી હકીકત જાણવા મળી કે જેની ઉપર બેંકોનું દેવું વધી ગયું અને રૂપિયા ચુકવી શકે ન તેવા વેપારીઓએ હલકા ભાવના હીરા બજારથી હીરા ખરીદી મોંઘા ભાવે બેંકોમાં જમા કરવાના પેંતરાઓ રચી રહ્યા છે. જો ખરેખર આ પ્રમાણે થશે તો હીરા બજારમાં દેશની જનતાની મહેનતના બેંકમાં પડેલા અરબો ખરબો રૂપિયાનુ નુકસાન દેશને થશે તો તેના માટે જવાબદાર કોણ ? તેવો સવાલ હીરા માણેક ગ્રુપ ના હાર્દિક હુંડીયાએ કર્યો છે. થોડાં સમય પહેલાં નીરવ મોદીમાં બેંકમાં અગિયાર હજાર પાંચસો કરોડ ફસાઇ ગયા છે  અને ૫૧૦૦ કરોડની જવેલરી મળી ગઇ છે તેવી વાતો વહેતી થઇ હતી. હવે સવાલ એ પણ થાય છે કે જો ૫૧૦૦ કરોડની જવેલરી મળી ગઇ હોય તો નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભાગવાની જરુર કયા છે ?  હાર્દિક હુંડીયાએ જણાવ્યું હતું કે ૫૧૦૦ કરોડની જવેલરી વેચવા જાય તો ૧૫૦૦ કરોડ પણ નહી આવે. મોટા રૂપિયાની લોન લઇ ન ચુકવી શકનારા હલકા ભાવના હીરા મોંઘા ભાવે જમા કરાવી દેશે અને દેશની બેંકોને નુકસાન કરતા પરીબળો પર કડક માં કડક પગલાં સરકાર ભરે તેવી માંગ કરતા હાર્દિક હુંડીયાએ જણાવ્યું હતું કે ફરીથી કોઇ મેહુલ ચોકસી કે નીરવ મોદી દેશને અરબો રૂપિયાનું નુકસાન કરી ન ભાગે તે પહેલાં ભારત સરકાર જાગશે તો દેશ હિતમાં બહુ મોટી દેશની અનમોલ ઘટના હશે તેમાં શંકાને સ્થાન નથી .

Download Our B K News Today App



Related News