સરકાર દ્વારા ગૌશાળામાં ગાયો માટે સહાય ન ચૂકવતા સંચાલકોએ દરેક સરકારી કચેરીમાં બેનર લગાવી વિરોધ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:14:20
  • Views : 329
  • Modified Date : 2020-09-02 12:14:20

કોરોના મહામારીની અસર ગૌશાળા અને પાંજરાપોળ પર
પડી છે. જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં વસતા અબોલ
પશુઓનો નિભાવ કરવો અઘરો બન્યો છે. વારંવાર સરકારને રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ સહાય ન મળતા હવે બેનર વોર શરૂ થયું છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ન ચુકવવામાં આવતા આખરે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. આ ગૌશાળા અને પાંજરાપોળમાં એક લાખ ગૌવંશ વસવાટ કરે છે. કોરોના મહામારી બાદ ગૌશાળામાં દાનની આવક ઘટી છે. જેના કારણે ગૌવંશને બચાવવા મુશ્કેલ બન્યું છે. વારંવાર ગૌશાળા અને
પાંજરાપોળ સંચાલકોએ સરકારના પદાધિકારીઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન મળતા ગૌશાળાના સંચાલકો ઉગ્ર બન્યા છે. જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓમાં બેનર લગાડી ગૌવંશને બચાવવા માટે સરકારને અપીલ કરી હતી. હજુપણ આગામી સમયમાં જો સરકારની આંખો નહી ઉઘડે તો ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સંચાલકોએ ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News