નવા વર્ષની લાભ પાંચમના શુભ દિવસે પાલનપુરમાં દેવીપૂજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થતા એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પર હથિયાર વડે હુમલો કરતા બીજી વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-11 13:37:32
  • Views : 274
  • Modified Date : 2021-11-11 13:37:32

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને નવા વર્ષની શરૂવાત થતાની સાથે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓની શરૂવાત થઈ ચૂકી છે.જિલ્લામાં અત્યારે હત્યા, આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે.ત્યારે પાલનપુરમાં ધોળા દિવસે અંગત અદાવતમાં થયેલી મારમારી માં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બંન્ને દેવીપૂજક સમાજ ના વ્યક્તિઓ વચ્ચે પાલનપુર શહેરના હાર્દ સમા જિલ્લા પંચાયતના ની સામે અંગત અદાવત માં બોલાચાલી થઈ હતી જેમાં એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બીજા વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક લુણવા ગામના ગોપાલ કાળુભાઇ વેડુ હોવાનું સામે આવ્યું છે જ્યારે ઘટના ની જાણ થતાં પશ્વિમ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટના સ્થળને કોર્ડન કરી ને આરોપીઓને પકડવાની તજવીજ હાથધરી હતી ઘટના ની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.સતત વધી રહેલી હત્યાની ઘટનાઓ લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.ત્યારે આવી ઘટનાઓને અંજામ આપનાર ગુનેગારો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

 

Download Our B K News Today App



Related News