ધાનેરામાં મહિલા ગૌરવ દિવસના કાર્યક્રમમાં મહિલાઓ જ બહાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 12:39:04
  • Views : 264
  • Modified Date : 2021-08-05 12:39:04

     ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સરકાર દ્વારા નારી ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દુધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ ધાનેરા તાલુકા પંચાયતના હોલ ખાતે રાખવામાં આવ્યો હતો.  ધાનેરા શહેર અને તાલુકામાંથી મહિલા લાભાર્થીઓ આવ્યા હતા પરંતુ તેમને બેસવા માટે જગ્યા ન હોવાથી તેઓને હોલની બહાર ખુલ્લામાં બેસવું પડ્યુ હતંુ. ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા બેઠક લેવામાં આવવાના કારણે આ સમસ્યા સર્જાઇ હતી.  સ્ટેજ ઉપર પણ બેસવા માટે ખુરસીઓ ઓછી પડી હતી.  ભાજપના લોકોમાં જ ક્યાંય પ્રોટોકોલ જળવાયો ન હતો. જેથી આ કાર્યક્રમમાં ભાજપના જ લોકોમાં વિરોધ થવા લાગ્યો હતો. ત્યારે બીજી તરફ હોલ નાનો હોવાથી અને પેક હોવાથી કેટલાક લોકોને શ્વાસ લેવાની પણ તકલીફ પડતા તેઓ અવાર નવાર બહાર આવતા હતા અને કર્યક્રમ પુરો થાય તેની રાહ જાેતા જાેવા મળ્યા હતા.

     આ પ્રસંગે અશોકભાઇ ચૌધરીએ સરકારની યોજનાઓ બાબતે મહિલાઓને જાણકારી આપી હતી. જેમાં વિધવા મહીલાઓ માટેની યોજનાઓ, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વહાલી દિકરી યોજના વગેરે બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ અને મુખ્યમંત્રી દ્વારા ઓનલાઇન પ્રવચન પણ ચાલુ કરવામાં આવ્યંુ હતું. આ કાર્યક્રમમાં  દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, તા.પં. પ્રમુખ સોનાભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ કિરણબેન સોની, જિલ્લા ખજાનચી ગીરધરભાઇ ભીમાણી, તા. ભાજપ પ્રમુખ હરજીભાઇ પટેલ, વસંતભાઇ પુરોહિત, જગદીશભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News