છાપી હાઈવે ઉપર બેકરીમાં આગ લાગતા લાખોનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 11:01:13
  • Views : 423
  • Modified Date : 2019-05-29 11:01:13

વડગામ તાલુકાના છાપી હાઈવે ઉપર ડાયમંડ કોમ્પલેક્ષમાં આવેલ કોર્નર બેકરીમાં આગ લાગતા લાખોનું નુકસાન થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાં કોર્નર બેકરી આગળ પા‹કગ  બાબતે મગજમારી થવા પામી હતી. વધું બોલાચાલી બાદ મામલો ઝગડા ઉપર આવી ગયો હતો. બન્ને લઘુમતી સમાજના લોકોના ઝગડામાં એક ઈસમને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ   ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદો થવા પામી હતી. ત્યારબાદ બન્ને લઘુમતી સમાજના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને આખ  સમાધાન થવા પામ્યા નહતું. ત્યારે ગતરાત્રે બાર વાગ્યા પછી કોર્નર બેકરીમાં આગના ધુમાડા નીકળવા લાગતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં જઈ તપાસ કરતાં બેકરીના માલીકને ફોન કરતાં  તાત્કાલિક દોડી આવ્યા હતા. પણ ત્યાર બાદ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોટી જવાળાઓ નીકળવા પામી હતી. આથી આ સમાચાર વાયુ વેગે વિસ્તારમાં પ્રસરતાં છાપી હાઈવે ઉપર બે કમર લોકોનું લઘુમતી સમાજનું ટોળું ભેગુ થઈ જવા પામ્યું હતું. તમામ લોકો આગ બુજાવવાના પ્રયત્નો કરતા હતા. ત્યારબાદ ફાયર ફાઈટરને ફોન કરતાં પાલનપુર નગરપાલિકામાંથી બે ફાયટર આવી પાણાનો મારો ચલાવી આગ કાબુમાં આવી  હતી. પરંતુ બેકરીમાં રહેલ માલ સામાન તેમજ ફર્નિચર થઈને લાખોનું નુકસાન થવા પામ્યું હતુ. છાપી પોલીસ ઘટનાસ્થળે આવી પરિસ્થિતિથી  વધુ ના વણસે તે માટે જિલ્લામાંથી વધુ પોલીસ બોલાવી બેકાબુ બનેલા ટોળાને વિખેરી પોલીસના ઉચ્ચ અધિકારીયોએ આવી પરિÂસ્થતિથી  થાળે પાડી દીધી હતી. આમ થોડાં સમય માટે વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. ત્યારે આ છાપી પોલીસ સ્ટેશને બેકરીના માલીક અ સલમ  જમાલ ઢુક્કા દ્વારા અગિયાર ઈસમો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 




Download Our B K News Today App



Related News