ગાંધીનગરમાં સતત બીજા દિવસે બેકાબુ કોરોના ગ્રામ્યમાં ૧૦૦૦ પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-30 12:03:11
  • Views : 545
  • Modified Date : 2020-07-30 12:03:11

ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કોરોના એ કેડો નહીં મુકતા આજે સતત બીજાં દિવસે પણ નવાં ૪૯ કેસો નોંધાતાં કોરોના વિસ્ફોટ થયો છે. આજે કલોલમાં ૧૫ અને માણસા તાલુકામાં સતત બીજા દિવસે નવા ૧૦ કેસો ઉપરાંત ગાંધીનગર તાલુકામાં ૮ કેસો નોંધાતા બેકાબુ કોરોનાથી ફફડાટ ફેલાયો છે. આજે ગ્રામ્યમાં ૩૫ નવા કેસોની સામે ૧૦૦૦નો આંક પાર થવાં સાથે ૩૭ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
ગાંધીનગર શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો સહિત આજે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણ બેફામ રહ્યું છે. ગાંધીનગર શહેરમાં આજે કોરોના પોઝીટીવનાં નવાં ૧૪ કેસો નોંધાયાં છે. જેમાં સેક્ટર ૧૯માં આજે બીજાં દિવસે પણ નવાં બે કેસો આવ્યાં છે. જ્યારે સેક્ટર ૨૪માં ત્રણ , ૨૬માં બે અને ૨૫માં એક નવાં કેસો નોંધાતાં આ વિસ્તારમાં ભય ફેલાયો છે. આ ઉપરાંત સેકટર ૩ ડી, ૫ સી, ૮, ૧૩ એ,૨૧ અને ૩૦માં નવાં એક એક કેસો નોંધાયાં છે.
ગાંધીનગર ગ્રામ્યમાં આજે નોંધાયેલાં ૩૫ નવાં કેસોમાં ગાંધીનગર તાલુકામાં ૮ કેસો નોંધાયાં છે. જેમાં નાના ચીલોડામાં બે તેમજ ડભોડા, મગોડી,અડાલજ, પેથાપુર, સરગાસણ અને લીંબડીયામાં એક એક નવા કેસો નોંધાયાં છે. દહેગામ તાલુકાનાં ઝીંડવા અને શહેરમાં એક એક નવાં કેસો નોંધાયાં છે.
માણસા શહેરમાં આજે ૧૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. જેમાં માણસા તાલુકાનાં વિહારમાં ૫ અને આનંદપુરા વેડામાં વધુ ૩ નવાં કેસો નોંધાયા છે. આ ઉપરાંત માણસા શહેર અને સમોમાં નવાં એક એક કેસો નોંધાયાં છે. જ્યારે કલોલ શહેરમાં ફરી એકવાર સંક્રમણ વધતાં ૬ નવાં કેસો નોંધાયાં છે. આ ઉપરાંત કલોલ તાલુકાનાં છત્રાલ અને સાંતેજમાં નવાં ૩-૩ કેસો નોંધાયાં છે. આ ઉપરાંત બોરીસના, મોટી ભોયણ અને સઈજમાં પણ એક એક નવાં કેસો નોંધાયાં છે.

Download Our B K News Today App



Related News