ડીસામાં જવાબદાર સીટ પર બેજવાબદાર વ્યક્તિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 11:48:24
  • Views : 881
  • Modified Date : 2019-06-04 11:48:24

ડીસામાં એક સરકારી અધિકારીની બેદરકારીના લીધે જવાબદાર ખુરશી પર આજે એક બેજવાબદાર વ્યક્તિ જોવા મળી હતી અને આ વ્યક્તિ તે ખુરશીનો વહીવટ કરતી નજરે પડી હતી. આ અંગે જ્યારે આ જવાબદાર કર્મચારીને પુછવામાં આવતા આ કર્મચારી લાજવાના બદલે ગાજવા માંડ્‌યા હતા. ડીસા શહેરમાં આવેલી જન સેવા કેન્દ્ર  કચેરીમાં લોકો આવકના દાખલા, જાતિના દાખલા, ખેડૂતો માટે સાત બાર અને આઠ-અના ઉતારા જેવા મહત્વના દસ્તાવેજો લેવા માટે આવતા હોય છે. ત્યારે આટલા મહત્વના દસ્તાવેજ લેવા માટે જ્યાં લોકો આવતા હોય ત્યારે તે સ્થળનું મહત્વ કેટલું હોય શકે તે સમજાઈ શકાય છે. પરંતુ આટલા મહત્વના સ્થળ પર પણ જવાબદાર અધિકારીઓની હાજરીમાં પણ જવાબદાર ખુરશી પર બેજવાબદાર વ્યક્તિઓ નજરે પડી રહ્યા છે. આ સરકારી કચેરીમાં આવેલા એ.ટી.વી.ટી. વિભાગમાં એક નાનકડો બાળક જવાબદાર ખુરશી પર બેઠેલો નજરે પડ્‌યો હતો. આ બાળક ન માત્ર ત્યાં બેઠો હતો પરંતુ આ કચેરીના મહત્વના કામ કરતો પણ નજરે પડ્‌યો. નહોતો આ બાળક કોઈ સરકારી કર્મચારી કે નહોતી તેની ઉંમર આ કાર્ય સાંભળવાની. તેમ છતાં જવાબદાર સીટ પર બેઠા બેઠા આ બાળક અરજદારો સાથે વ્યવહાર કરતો નજરે પડ્‌યો હતો. એક તરફ આ કચેરીમાં અરજદારોની ભારે ભીડ જામેલી છે અને બીજી બાજુ આ સીટ પર જેને જવાબદારી સોંપવામાં આવી છે તે નાયબ મામલતદાર કક્ષાનો અધિકારી આ બેજવાબદાર બાળક પાસે કામ લેવડાવે તે કેટલું યોગ્ય કહેવાય....? ત્યારે આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ફરજ પરના જવાબદાર અધિકારીને પૂછ્યું તો આ અધિકારી પોતાની ભૂલ સ્વીકાર કરવાના બદલે વાતને નજર અંદાજ કરતાં નજરે પડયા હતા.મહત્વની કચેરી પરની જવાબદાર સીટ પર જ્યારે કોઈ બેજવાબદાર વ્યક્તિ બેસીને કામ કરતી હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય.  ત્યારે આ ગંભીર બેદરકારી બાબતે વહીવટી શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું...? 


Download Our B K News Today App



Related News