શિહોરીમાં વહેપારીની નજર ચૂકવી ૪.૫૦ હજાર રૂપિયાની બેગ લઈ ગંઠીયો ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 11:23:04
  • Views : 564
  • Modified Date : 2019-08-21 11:23:04

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના શિહોરી મેઈન બજારમાં કોર્નર પાસે આવેલ અમિત પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા ઠક્કર હસમુખ મનસુખલાલ રહે. નીલકંઠ સોસાયટી શિહોરીએ શિહોરી
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શિહોરી ફસ્ટ ગુના રજીનંબર ૫૧/૧૯ આઈ.
પી.સી. ૩૭૯,૧૧૪મુજબની ફરિયાદ દાખલ કરી બે અજાણ્યા શખ્સો બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દુકાનદાર પોતાની દુકાન વધાવી શટર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક સફેદ ટીશર્ટ વાળો યુવાન બાઈક ઉપરથી નીચે ઊતરી દુકાનમાં આવે છે ત્યારે હસમુખ ઠક્કર પોતાના દુકાનનું શટર બંધ કરવાની કોશિશ કરે તે સમયે તેમની બાજુમાં રાખેલી રોકડ રકમ ભરેલ થેલીની ઉઠાંતરી કરી શખ્સો બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હતા અને પછી બૂમાબૂમ કરતા આજુબાજુના
વેપારીઓએ બાઈક સવારોનો
પીછો કર્યો હતો. ત્યારે અંધારાનો લાભ લઈ સફળતા
પૂર્વક નાશી ગયા હતા. ત્યારે આ બાબતે શિહોરી પોલીસને જાણ થતાં નાકાબંધી કરી ચોરોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. જોકે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ શિહોરી
પી.એસ.આઈ. બી.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News