લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યના ગૃહ સચિવને હટાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 15:58:10
  • Views : 248
  • Modified Date : 2024-03-18 15:58:10

લોકસભાની તારીખની જાહેરાત કરવાની સાથે જ ચૂંટણી પંચ તૈયારીઓમાં લાગી ગયુ છે. લોકસભા ચૂંટણી સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી કરાવવાના ઉદ્દેશ્યથી પંચ સતત પગલા ઉઠાવી રહ્યું છે. ચૂંટણી પંચે 6 રાજ્ય ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ગૃહ વિભાગનો હવાલો હાલમાં પંકજ જોશી પાસે હતો, જો કે તેમની પાસે આ વિભાગનો વધારાનો ચાર્જ હતો, હાલની સરકાર માટે તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.

Download Our B K News Today App



Related News