ડીસામાં કોવિડ માટે ઉભી કરાયેલી હોસ્પટલની બેદરકારીથી કોરોના દર્દીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-05 11:09:18
  • Views : 1489
  • Modified Date : 2020-07-05 11:09:18

બનાસકાંઠાના ડીસા માં આવેલ કોવિડ હોસ્પટલની ગંભીર બેદરકારી સામે આવી છે.કોવિડ હોÂસ્પટલમાં પાણી પણ મળતું ન હોવાનું દર્દીએ તેના સગા ને ફોન પર જણાવી રહ્યો છે. ત્યારે બીજા જ દિવસે આ દર્દીનું કોવિડ હોÂસ્પટલમાં મોત થતા કોવિડ હોÂસ્પટલના તબીબો સામે નારાજગી પ્રસરી છે.
બનાસકાંઠાના ડીસામાં ભણસાલી
હોસ્પટલમાં કોવિડ૧૯ હોસ્પટલ ઉભી કરવામાં આવી છે. જે હોસ્પટલમાં સુવિધા ન મળતી હોવાના અનેક વખત રજૂઆતો અને
હોસ્પટલમાંથી દર્દીઓ લાઈવ કરીને પણ રજુઆત કરી છે. ત્યારે કોરોના પોઝિટિવ જગદીશ અમરાજી માળીનું સારવાર દરમ્યાન મોત થયું હતું.  આ દર્દીએ એક દિવસ પહેલા તેના સગા એ ખબર અંતર પૂછવા ફોન કરતા તેઓએ પાણી પણ મળતું ન હોવાનું જણાવી રહ્યા હતા. સાથે તબીબ કોણ અને ક્યારે આવે એ
પણ નક્કી નથી. કોઈજ સુવિધા મળતી ન હોવાનું દર્દી જણાવી રહ્યો છે.જોકે આ દર્દી પોતાની
આપવીતી બતાવી રહ્યો હતો ત્યારે તેના સગા હિંમત આપવાની કોશિશ પણ કરી હતી. છતાં એજ રાત્રે હિંમત હારી જતા કોવિડ હોસ્પટલમાં જ જગદીશ માળી એ અંતિમ શ્વાસ લીધો હતો.  બીજા દિવસે તેના સગા એ જગદીશ માળી સાથે થયેલ વાત નો ઓડિયો કલીપ વાઇરલ કરતા સમગ્ર જિલ્લા માં ચકચાર મચી જવા પામી હતી.અને કોવિડ હોસ્પટલ અને આરોગ્ય તબીબો સામે રોષ વ્યકત કર્યો હતો.
જોકે કોવિડ હોસ્પટલ અને આરોગ્ય અધિકારીઓ એ મૃતક જગદીશ માળીની લાશને  એમ્બ્યુલન્સમાં મૂકી ડ્રાઇવર ને ડીસા સ્મશાન ગૃહમાં મૂકી દેતા ડ્રાઈવર એ સ્મશાનમાં મૃતકની લાશ ઉતારી ને જતા રહેતા તેના પરિવાર લજનોએ કીટ પહેરીને અગ્ન સંસ્કાર કરવો
પડ્યો હતો. જોકે આરોગ્યની મોટી બેદરકારીના ના કારણે સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. આ ઓડિયો માં દર્દીએ તેની આપવીતી રજૂ કરી છે. ત્યારે કોવિડ હોસ્પટલમાં બેદરકારી સેવાતી હોય તો કોરોના સંક્રમિત દર્દીઓ હાલ જે સારવાર લઇ રહ્યા છે તેઓ હતાશ થઈ જાય.જેની સામે તંત્રએ ગંભીર બનવાની જરૂર છે.
 જોકે ડીસાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીએ આ
આક્ષેપોને નકાર્યા હતા. અને જણાવ્યું હતું કે, આવી કોઇ જ પ્રકારની બેદરકારી હોસ્પટલમાં દાખવવામાં આવતી નથી. જે દર્દીનું અવસાન થયું છે તેમને ૩૦૦ જેટલું ડાયાબિટીસ હતું. તેના કારણે તેમનું અવસાન થયું છે.
હોસ્પટલમાં દર્દીઓની પૂરતી અને યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.  

Download Our B K News Today App



Related News