બનાસકાંઠામાં આજાવાડા પ્રા.શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 11:09:45
  • Views : 527
  • Modified Date : 2020-05-03 11:09:45

બનાસકાંઠા જિલ્લામાં આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં શાળાના બાળકોને બોલાવી ટોળું ભેગુ કરી સોશિયલ ડિસ્ટન્સનો મજાક કરતા શિક્ષકો સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
એક તરફ સરકારે ત્રીજા તબક્કાનું લોકડાઉન જાહેર કર્યું છે અને વૈશ્વિક મહામારી કોરોના વાયરસને જડમૂળથી ડામવા માટે રાતદિવસ ખડેપગે રહી કામ કરી રહી છે. ત્યારે બીજી તરફ સરકારના આ તમામ પ્રયાસો પર પાણી ફેરવી દેતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ લોકડાઉન મામલે ગંભીર બેદરકારી દાખવી છે. શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શાળામાં બોલાવ્યા હતા અને કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગર જ ટોળું વળીને બાળકોને શાળાના મેદાનમાં બેસાડ્‌યા હતા. જોકે આ બનાવની જાણ ગામના જાગૃત લોકોને જાણ થતા જ શાળામાં દોડી આવ્યા હતા અને કેટલાંક લોકોએ શિક્ષકોની ગંભીર બેદરકારી દાખવતાના વિડીયો અને ફોટા બનાવી વાયરલ કરતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં ૩૧ કોરોના
પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે.  જેમાંથી આઠ જેટલા દર્દીઓ તો વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા છે અને અહીં લોકોમાં જાગૃતિના અભાવે કોરોના વાયરસ વધુ સંક્રમિત થાય તેવી શક્યતા આરોગ્ય વિભાગ સેવી રહ્યુ છે. તેવામાં આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોની આ ગંભીર બેદરકારીથી આવનાર સમયમાં મોટી સમસ્યા સર્જી શકે તેમ છે. એક તરફ સરકાર વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ખતમ કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ બીજી તરફ સમાજને જાગૃત કરનાર શિક્ષકો છે કોરોના વાયરસરૂપી દૈત્યને આવકારતા હોય તેવી ઘટના બની છે. ત્યારે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય તો જ અન્ય બેદરકાર લોકોને નસિયત મળી શકે તેમ છે.
 

Download Our B K News Today App



Related News