થરાદ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર કોરાનાને લઈને થરાદના વેપારીઓ ઉપર ખફા ઃ કોઈ જાતની બેદકરારી ચલાવી નહિં લેવાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-24 11:38:12
  • Views : 453
  • Modified Date : 2020-11-24 11:38:12

ગુજરાત ભરમાં કોરાનાની મહામારી ચાલી રહી છે તેમજ બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસો વધતા જાય છે ત્યારે થરાદ શહેરમાં જિલ્લા કલેકટરના
પરિપત્ર અનુસાર થરાદ પ્રાંત અધિકારી  વી.સી બોડાણા અને થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટે થરાદ નગરના  તમામ વેપારીઓ સાથે મિટીંગ યોજી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, મામલતદાર દિલીપભાઈ દરજી અને તેમજ વેપારીઓને કડક વલણ સાથે સૂચના
આપવામાં આવી કે કોઈ પણ ગ્રાહક માસ અને સોશિયલ ડિસિઝન ની રાખે તો વેપારી
ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે તેમજ સોશિયલ ડિસિઝન અને માસ્ક વગરના
વેપારીઓનો અહેવાલ "બી.કે.ન્યૂઝ પેપરમાં" છપાતા થરાદ
પી.આઈ.જે.બી. ચૌધરીએ" બી.કે.ન્યૂઝના "અહેવાલ અનુસાર તાત્કાલિક થરાદના વેપારીઓ
ઉપર અચાનક રેડ કરી હતી અને
વેપારીઓને કુલ ૨૨ હજારનો દંડ ફટકાર્યો હતો અને એક વેપારી પર ૧૮૮ દાખલ કરી હતી. તેમજ જે બી  ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદના વેપારીઓમાં કોઇપણ માસ્ક વગર જાણવા મળશે તો તેના ઉપર  દંડ સાથે ફોજદારી ગુનો કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News