ડીસા શહેરમાં સવારથી જ બજારમાં ભારે ભીડ ઃ બેદરકારી ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-16 12:04:21
  • Views : 720
  • Modified Date : 2020-04-16 12:04:21

કોરોના સામેની લડાઈ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન આગામી ૩ મે સુધી વધારી દીધું છે. જોકે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ લોકો ફરતા નજરે પડ્‌યા હતા. વહેલી સવારથી જ ડીસાની મુખ્ય માર્કેટમાં શાકભાજી અને કરિયાણું લેવા માટે લોકોની ભારે ભીડ લાગી હતી. બાઇકચાલકો અને ગ્રાહકોથી મુખ્ય માર્કેટ ઉભરાઈ ગયું હતું. લોકડાઉન હોવા છતાં પણ લોકો ગંભીર રીતે બેદરકાર બની ખરીદી કરવા માટે નીકળી પડ્‌યા હતા. કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે વારંવાર અપીલ કરવા છતાં
પણ લોકો તેને અવગણી રહ્યા છે અને બેખોફ બની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝીટીવના કેસો સામે આવ્યા છે. ત્યારે તંત્રએ વધુ સાવધાની દાખવવાની જરૂર છે. તેવામાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની લાપરવાહીના કારણે ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર થયેલી આ ભીડ આગામી સમયમાં આરોગ્ય વિભાગ માટે મોટો ખતરો બની શકે તેમ છે.

Download Our B K News Today App



Related News