ડીસાના આસેડા ગામે સરપંચની સુંદર કામગીરી : મારુ ગામ સ્વચ્છ ગામ અંતર્ગત ગ્રામપંચાયત દ્વારા ગામની સફાઈ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 11:42:03
  • Views : 231
  • Modified Date : 2022-03-24 11:42:03

 

ડીસા તાલુકાના આસેડા ગામના સરપંચ બબીબેન નાગજીભાઈ દેખાઈએ ગામને સ્વચ્છ રાખવા માટે આજે નવી પહેલ કરી હતી ડીસા તાલુકાના આસેડા ગામના સરપંચ પદે બબીબેન નાગજીભાઈ દેસાઈ ચૂંટાઈ આવ્યા છે ત્યારે ગામના વિકાસ માટે અનેક કાર્યો શરૂ કર્યા છે જેમાં હવે તેમને ગામને સ્વચ્છ રાખવા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે આજે ડીસા તાલુકાના આસેડા ગામના સરપંચ બબીબેન નાગજીભાઈ દેસાઈ અને ડેપ્યુટી સરપંચ બાબુજી ઠાકોર દ્વારા ગામને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સરપંચ બબીબેન દેસાઈ દ્વારા ગામને સફાઈ કરવાની શરૂઆત કરી હતી જેમાં તમામ સભ્યો અને ડેપ્યુટી સરપંચ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને આગામી સમયમાં આસેડા ગામ અસ્વચ્છ અભિયાનમાં જોડાઈ ગામને હંમેશા માટે સ્વચ્છ રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી લોકોએ પણ આસેડા ગામના સરપંચ બબીબેન દેસાઈના અસ્વચ્છ અભિયાન આવકાર્યો હતો ત્યારે આજના દિવસે આસેડા ગામના સરપંચે દરેક કામ સ્વચ્છ રહે તે માટે ગામના સરપંચ દ્વારા આ અભિયાનમાં જોડાઈ અને લોકોને અપીલ કરવામાં આવે તેવી પણ સરપંચ બબીબેન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News