બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની સુંદર કામગીરી : જીલ્લામાં અત્યાર સુધી 57 હજાર બાળકોને કોરોના રસીકરણ અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:59:15
  • Views : 187
  • Modified Date : 2022-03-26 11:59:15

કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન હવે નાના બાળકો સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે આ સંક્રમિત ને અટકાવવા માટે સરકાર દ્વારા નાના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 57 હજારથી પણ વધુ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવી છે.

 

કોરોનાવાયરસ ની મહામારીમાં સૌથી વધુ નાના બાળકો સંક્રમિત થતા જોવા મળ્યા હતા બાળકોના મોટા પ્રમાણમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવતા ની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નું સંક્રમણ બાળકોમાં વધુ ન ફેલાય તે માટે રસીકરણ ની શરૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યામાં વધારો હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા શાળામાંથી જ નાના બાળકોને કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાનમાં સમગ્ર ગુજરાતની શાળાઓ જોડાઇ હતી અને અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા અનેક શાળાઓમાં કોરોના રસીકરણ અભિયાન થકી બાળકોને રસીકરણ કરવામાં આવી રહી છે.જેમાં ગુજરાત સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બારથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે.. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ એક લાખ ઓગણત્રીસ હજાર બાળકોને રસી આપવાનો ટાર્ગેટ રાખવામા આવ્યો હતો.. જીલ્લામાં બાળકોને રસી આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સક્રિયતા દર્શાવવામાં આવી રહી હતી.. જેને પગલે જીલ્લામાં અત્યારસુધીમાં ૫૭ હજાર બાળકોને કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે અને અત્યારે પણ રસીકરણની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. અને આગામી સમયમાં ઝડપથી જિલ્લાના તમામ બાળકોને કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવશે તેવું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જિજ્ઞેશભાઈ હરિયાણીએ જણાવ્યુ હતું..

 

Download Our B K News Today App



Related News