ડીસા મોદીસમાજ ના યુવકો દ્વારા રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 10:47:50
  • Views : 301
  • Modified Date : 2022-05-30 10:47:50


ડીસા માં આઠેક દિવસ અગાઉ ઉદયપુર ના પિંડવાડા નજીક માર્ગ અકસ્માત માં ડીસા ના યુવાન રવિમોદી તેમજ તેમની બે વર્ષીય દીકરી નું નિધન થયું હતું યુવા વેપારી ના આકસ્મિક નિધન ના પગલે સમગ્ર મોદી સમાજ માં શોક ફેલાયો હતો  સ્વર્ગીય રવિભાઈ અને તેમની દીકરી ની યાદ માં  સમગ્ર મોદી સમાજ ના યુવાનો  દ્વારા મોદી સમાજની વાડી ખાતે રવિવારે  રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સખ્યામાં માં યુવાનો ને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પ ને મોદી સમાજના પ્રમુખ  ઈશ્વરલાલ કાનુડાવાળા, પીપલ્સ મંડળીના ચેરમેન  શાંતિલાલ હેરૂવાળા, કરીયાણા મરચન્ટ એસોસિએશન ના પ્રમુખ  જગદીશભાઈ પથ્થરવાલા, સહયોગ મંડળીના ચેરમેન  મુકેશભાઈ પંચીવાળા, અશોકભાઈ પાવાલાકાન્તીલાલ હેરૂવાળા, દેવચંદભાઈ હેરૂવાળા તેમજ   નટુભાઈ તલાટી હાજર રહી રક્તદાન કેમ્પનું દિપ પ્રાગટય કરીને ઉદ્ધાટન કર્યું હતું

Download Our B K News Today App



Related News