ડીસા ઝેરડા ત્રણ રસ્તા નજીક બે ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 06:43:04
  • Views : 471
  • Modified Date : 2019-04-06 06:43:04

બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે ડીસાના ઝેરડા ત્રણ રસ્તા નજીક ટ્રેલરની પાછળ ટેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેલરના કંડકટરનું એકનું મોત થયું હતું.
અકસ્માતની વિગતો જોઈએ તો રાજસ્થાન વાળા ડ્રાઇવર શાહિદ સ/ઓ યાકુબ મુસલમાન અને કંડકટર આરીફ સ/ઓ ઇલ્યાસ મુસલમાન
પોતાનું ટેલર બ્યાવરથી ખાલી ટેલર લઈ ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે ડીસાના ઝેરડા ત્રણ રસ્તા નજીક તેમના ટેલર આગળ એક લોખંડની ગડરો ભરી જઈ રહેલ તે ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ ખાલી ટેલર આર.જે. ૫૨ જીએ ૩૫ ૫૨ વાળા ટેલરની વધુ સ્પીડ હોવાથી રોકી શકે નહીં જેથી આગળ જઈ રહેલ લોખંડની ગડરો ભરેલ ટેલર સાથે અથડાતા લોખંડની ગડરો
પાછળ આવેલ ખાલી ટેલરના કેબિનમાં ખુશી જતા ડ્રાઇવર શાહિદ સ/ઓ યાકુબ મુસલમાનને નાની-મોટી ઇજા થઇ હતી અને તેમની સાથે રહેલ કંડકટર આરીફ સ/ઓ ઇલ્યાસ મુસલમાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮ જાણ કરાઈ હતી.  
આરીફ  ઇલ્યાસ મુસલમાન માથાના ભાગે ગંભીર ઇજા હોઈ તેનું રસ્તામાં તેનું મોત થયું હતું. રાત્રિનો સમય હોવાથી સામે વાળા ટેલરનો નંબર લીધેલ નહીં અને મૃતકની લાશને ડીસાની સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઈ હતી. ડીસા તાલુકા પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ દોડી આવી હતી. અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News