ડીસા બનાસ પુલ પર બે ટ્રેલરોમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 05:31:40
  • Views : 549
  • Modified Date : 2019-04-12 05:31:40

ડીસા નેશનલ હાઈવે પર મહાકાળી મંદિર પાસે બુધવારે મધ્યરાત્રીએ એક ટ્રેલર આર.જે. ૦૯ જીબી -૧૩૫૫ રાજસ્થાન તરફથી આવી મુન્દ્રા માલ ભરી જઈ રહ્યું હતું તેણે બનાસનદીનો પુલ પાર કર્યો હતો. ત્યારે જ આખોલ ચાર રસ્તા તરફથી પથ્થર ભરી આવી રહેલ ટ્રેલર નંબર આર.જે. ૧૯ જીએફ  ૮૭૭૬ ની  અચાનક બ્રેક ફેલ થત્તા કાબુ ગુમાવેલ ટ્રેલર ચાલકે ૧૫૦ ફૂટ જેટલી માટીની થેલીઓ અને ડીવાયડર તોડીને આવી, ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર સાથે ધકાડાભેર  ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં બન્ને ટ્ર્‌ેલરો એટલા જોરથી  અથડાયા હતા કે ધડાકા સાથે બન્ને ટ્રકોમાં આગ લાગી હતી. ને આગે  રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે ૧૩૫૫ નંબરના ટ્રેલરના બે લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી તેઓને સમય સુચકતા વાપરી ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયારે ૮૭૭૬ નંબરના ટ્રેલરમાં રહેલ ૨ લોકો ગાડીમાં ફસાઈ જવાથી  તેઓ બહાર ન નીકળી શકતા તેઓ ગાડીમાં જ બળીને ભડથું બની ગયા હતા.
આ અકસ્માતે એટલી ભીષણ આગ પકડી લીધી હતી કે જેની આગ દૂર દૂર સુધી દેખાઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જોકે ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસા નગરપાલિકાના ફાયર ફાયટર અને નેશનલ હાઇવેની ટીમ દોડી આવી હતી. જયારે હજારો લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. જોકે વહેલી સવારે બે મૃતકની લાશ એટલી હદ સુધી બળીને ભડથું થઇ ગઈ હતી કે ગાડીના મલબામાંથી વ્યÂક્તઓના કરોડરજ્જુઓ જોઈ બંને લાશો બહાર કાઢી ડીસા સિવિલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News