ગરમીમાં બફાવા તૈયાર રહેજો! ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન જશે 40 ડિગ્રીને પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 16:37:57
  • Views : 44
  • Modified Date : 2025-03-09 16:37:57

આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ અપાયું છે. 3થી4 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો માટે પણ એલર્ટ અપાયું છે.



ગરમીને લઈ હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ અપાયું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ અપાયું છે. 3થી4 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો માટે પણ એલર્ટ અપાયું છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા


ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો


ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ એલર્ટ જાહેર કરાયું છે. અત્રે જણાવીએ કે, એલર્ટ કરાયેલા વિસ્તારમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે. સાથો સાથ કેટલાક જિલ્લાઓમાં પણ ગરમીની ભારે આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનું પૂર્વાનુમાન છે. જેમાં પણ 3થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.


ગરમીથી બચવા એટલું અવશ્ય કરો


તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

Download Our B K News Today App



Related News