પાલનપુરમાં બાંધકામ દરમિયાન લિફટ પડતાં શ્રમિકનું મોત બેને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 11:01:59
  • Views : 457
  • Modified Date : 2019-11-18 11:01:59

પાલનપુર જુના માર્કેટયાર્ડમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન શનિવારે સાંજે ઉપર લઈ જવા માટે ગોઠવેલી લિફ્‌ટ પડતાં નીચે કામ કરી રહેલા એક શ્રમિકનું મોત
નિપજ્યું હતું. જ્યારે એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાલનપુરમાં શનિવારે સાંજે બનેલી ઘટનાની વિગતો એવી છે કે, શહેરના જુના માર્કેટયાર્ડમાં કોઈ વેપારી દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યુ હતુ. જ્યાં સિમેન્ટ અને કોંક્રેટનો માલ ઉપર લઈ જવા માટે લિફટ ગોઠવવામાં આવી હતી. જે એકાએક તૂટી પડતાં નીચે પટકાઈ હતી. આ ઘટનામાં નીચે કામ કરી રહેલા મુળ કચ્છના અને હાલ ડીસા રહેતા કાંતિભાઈ રામજીભાઈ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે રૂડાજી પ્રજાપતિ અને અન્ય એક શ્રમિકને ઈજાઓ થતાં પાલનપુર સિવિલ
હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો.

Download Our B K News Today App



Related News