31 ડિસેમ્બરે માઉન્ટ આબુ જતા હોય તો જરા સાવધાન રહેજો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 15:29:58
  • Views : 89
  • Modified Date : 2023-12-24 15:29:58

અમદાવાદ થી માઉન્ટ આબુ જતા વાહન ચાલકો જરા સાવધાન. આબુની મજા માણવા વધારે ઉતાવળા થતા નહીં કાર જરા ધીમે જ હંકારજો. નહીંતર ઘરે આવતા જ તમારી મજાનું બીલ એટલે કે ઈ-ચલણ ઘરે આવશે. મહેસાણા આરટીઓ દ્વારા મહેસાણા ઊંઝા હાઈવે પર ઈન્ટરસેપ્ટર કાર દ્વારા આ અંગેની નજર રાખવામાં આવી રહી છે. આ કાર બેફામ ગતિ વાહન હંકારનારાઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કારમાં રહેલ અદ્યતન ટેકનોલોજી સજ્જ વ્યવસ્થા કારની ઝડપને સ્પીડ ગન દ્વારા માપવામાં આવે છે.સ્પીડ ગનમાં ઓવર સ્પીડ નોંધાનાર વાહન ચાલકને તેનો મેમો ફટકારવામાં આવે છે. પ્રત્યેક ઓવર સ્પિડ પર 2000 રુપિયાનો દંડનું ઈ-ચલણ ઘરે મોકલવામાં આવે છે. આવી રીતે અત્યાર સુધીમાં 4500 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. બેફામ ગતિ દોડતા વાહનોને લઈ સર્જાતા અકસ્માતોને ઘટાડવા માટે આરટીઓ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈ છેલ્લા કેટલાક સમયથી ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News