ધુણસોલ ગામના બે પિતરાઈ ભાઈઓને કાળ ભરખી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:11:45
  • Views : 558
  • Modified Date : 2019-04-17 06:11:45

લાખણી તાલુકાના ધુણસોલ ગામના બે પિતરાઈ ભાઈઓ ઉંબરી ગામે લોકાચારા (મોતના કામે)  માટે ગયેલા ત્યાંથી ઘરે આવતા પરત ફરી રહ્યા હતા. ત્યારે તમના મોટરસાઈકલને લાખણી તાલુકાના સેકરા ગામ નજીક અકસ્માત નડતા બન્ને પિતરાઈ ભાઈઓનું કરૂણ  મોત નિપજ્યું હતું. બનાવની વિગત પ્રમાણે ધુણસોલ ગામના મહેશજી તેજાજી ઠાકોર અને મુકેશજી  જેઠાજી ઠાકોર બન્ને ઉંબરી ગામે મરણના કામે ગયેલા હતા, અને ઉંબરીથી તેમના મોટરસાઈકલ પર પરત આવી રહ્યા હતા ત્યારે લાખણી તાલુકાના સેકરા ગામની સીમમાં ટ્રેક્ટર નં.જીજે.૮.ડી.૪પપ૭ અને બાઈક પર આવી રહેલા પિતરાઈ ભાઈઓ તે બાઈક
નંબર જીજે ૧ પીએલ ૦૦૪પ વચ્ચે અકસ્માતમાં મહેશજી તેજાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે મુકેશજી જેઠાજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા ડીસા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર જણાતા સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર હોસ્પિટલમાં મુકેશજીનું પણ મોત નિપજ્યું હતું. બન્નેના મોતના પગલે તેમના પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે બંને પિતરાઈ ભાઈઓના મોતને લઈને તેમના પરિવારના સભ્ય પરબતભાઈ તેજાજીએ આગથળા પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News