થરાદમાં બે બાળકો સહિત માતાએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:57:05
  • Views : 569
  • Modified Date : 2019-06-29 11:57:05

થરાદ તાલુકામાં જીવાદોરી સમાન ગણાતી કેનાલનો હવે લોકો તેનો મોત માટે ઉપયોગ કરવા લાગ્યા જેમાં ગતરોજ મહાજનપુરા પાસેથી ચાલતી કેનાલમાં પુલ ઉપરથી માતાએ બે પુત્રો સાથે છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. જેની જાણ થતા થરાદ નગરપાલિકા અને ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળે પહોંચી માતા અને બાળકોની લાશ બહાર કાઢી હતી. તેમજ ઘટનાસ્થળે પોલીસે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લાશોને પી.એમ. અર્થે રેફરલ ખાતે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News