દહેગામમાં ૨૦ દિવસમાં ત્રીજી કાર સળગી, બાયડના ત્રીજા વ્યક્તિનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:10:35
  • Views : 317
  • Modified Date : 2021-03-18 11:10:35

દહેગામ પાસે આવેલા સોલંકીપુરા પાસે બુધવારે સવારના સમયે સ્વીફ્ટકાર
ડમ્પર સાથે ટકરાયા બાદ એકા એક કાર આગમાં લપેટાઇ ગઇ હતી. જેમા ચાલક ૨૫ વર્ષિય બાયડના તેનપુરા ગામના યુવકનું મોત થયું હતું. ત્યારે છેલ્લા ૨૦ દિવસમાં બાયડના ત્રીજા વ્યક્તિનુ દહેગામની હદમાં અકસ્માતથી કારમાં આગ લાગ્યા બાદ મોત થયુ છે. જેને લઇને દહેગામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી માહિતી મુજબ દહેગામ પાસે આવેલા
સોલંકીપુરા પાસે આજે બુધવારે સવારના સમયે બાયડના
તેનપુરનો રહેવાસી અને ગામમાં જ ફર્ટીલાઇઝરની દુકાન ધરાવતા કિશન રાજેશભાઇ પટેલ પોતાની સ્વીફ્ટ કાર નંબર જીજે ૯ બીબી ૫૭૬૫ લઇ ગાંધીનગર તરફ આવવા નિકળ્યો હતો. સોલંકીપુરા પાટીયા પાસે કાર  આગળ જતા ડમ્પર નંબર જીજે ૨૩ વી ૫૩૫૭ પાછળ ધડાકાભેર ટકરાઇ હતી. કાર ટકરાયા બાદ એકા એક આગ લાગી હતી. જાેતજાેતામાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેમાં ચાલક કિશનનુ મોત થયુ હતુ.  દહેગામમા ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ બાયડનુ ડૉક્ટર દંપતિની ક્રેટા કારમાં આગ લાગી હતી. જેમાં બંને દંપતિનું મોત થયું હતું. ત્યારબાદ હરસોલી પાસે ગત ૨ માર્ચના રોજ આગ લાગી હતી. પરંતુ સદનશીબે તેમાં કોઇનું મોત થયું ન હતું. પરંતુ  બુધવારે લાગેલી આગમાં એક યુવકનુ મોત થતા છેલ્લા ૨૦ દિવસમા કારમાં આગ લાગવાથી બાયડના ત્રીજા વ્યક્તિનુ મોત થયું હતું.

આજે ૧૮ માર્ચના રોજ કિશનનો જન્મ દિવસ હતો
સોલંકીપુરા પાસે બનેલા અકસ્માતના બનાવમાં બાયડના કિશન પટેલનું મોત થયંુ હતું. ત્યારે કિશનનો આજે ૧૮ માર્ચના રોજ જન્મ દિવસ હતો. જન્મ દિવસના એક દિવસ પહેલા જ તેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

Download Our B K News Today App



Related News