બાયડ નજીક ખેતરમાંથી ચંદનના 10 ઝાડની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 14:33:21
  • Views : 475
  • Modified Date : 2019-09-21 14:33:21

બાયડ શહેરના ગાબટ જવાના રસ્તા ઉપર બાયડથી 2 કિ.મી આવેલા એક ખેડુતના ખેતરમાંથી સાત ચંદનના ઝાડની ચોરી થઇ હતી. 10 વર્ષ પહેલા ચંદનના છોડ વાવ્યા હતા અને રૃ. 3 લાખથી વધુની કિંમતના ચંદનની ઝાડ તસ્કર ટોળકી ઉઠાવી જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

ખેડુત વિઠ્ઠલભાઈ શંકરભાઈ પટેલના જણાવ્યા અનુસાર આજથી 10 વર્ષ પહેલા 14- સફેદ ચંદનના છોડનું વાવેતર કર્યું હતું તેની સારી માવજત બાદ અત્યાર ઝાડના રૃપમાં તૈયાર થયા હતા.આજે ખેતરમાં જોવા માટે આવ્યા હતા અને  ચંદનના સાત ઝાડ કાપેલા હતા અને કોઇ શખ્સો લઇ ગયા હતા. એટલું જ નહીં 15 ઝાડને કાપીને નુકસાન પણ કરવામાં આવ્યું છે.  જોકે એક અંદાજ મુજબ ત્રણ લાખ જેટલાના 10 ઝાડ કોઇ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા છે. આ મામલે  ખેડૂતે બાયડ પોલીસેને જાણ  કરી છે પોલીસ આ મુદ્દે તપાસ કરશે.

Download Our B K News Today App



Related News